<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

માળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનર પોલીસે કબ્જે કર્યું: આરોપીની શોધખોળ

અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ ક

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા જામનગર હાઇવે રોડ પર આવેલ શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જતા વાવ-થરાદ જિલ્લાના પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીના ચાર પદયાત્રીઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ પદયાત્રીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ટ્રક કન્ટેનરને કબ્જે લેવામાં આવેલ છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે ટ્રકને કબ્જે લીધેલ છે જો કે, આરોપી મોહનસિંગ શ્રાવણસિંગ રાવત નું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

(10:45 PM IST)