તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 20th December 2025
મોરબીમાં એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ. વિવિધ વસ્તુઓના 100 સ્ટોલ
મોરબી ખાતે આયોજિત સશક્ત નારી મેળો દેશની સ્વદેશી ચળવળને ખૂબ વેગ અપાવશેઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં ત્રિદવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના એલઈ ગ્રાઉન્ડ ખાતે તારીખ 19 થી 21 ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે. વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત આ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની સખી મંડળો અને સ્વ સહાય જૂથની મહિલાઓને પગભર કરવા માટે અને તેમની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે આ મેળો યોજાયો છે.
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઉપસ્થિત મહેમાનોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલાઓની પ્રોડક્ટને નિહાળીને તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ મેળામાં ઘર વપરાશની વસ્તુઓ, કપડા, ચપ્પલ, ભરત ગુંથણ સહિતની અલગ અલગ વસ્તુઓના 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. લોકો સવારે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ મેળાની મુલાકાત લઈ શકે છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
