<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મોરબીમાં જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ.

બ્રિજ, વીજળી, રોડ તથા જિલ્લાના ડેમોની સફાઈ સહિતના પ્રશ્નો રજૂ થયા:વિકાસના કામો ગુણવત્તાયુક્ત કરવા તથા કામમાં વિલંબ કરનાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની સૂચના આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક ઉચ્ચ, તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી. આ તકે શ્રમ રોજગાર મંત્રી કાન્તિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યાં.

     આ તકે મંત્રીઓએ જિલ્લામાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચના અધિકારીઓ આપી હતી. તેમજ સરકારની વિવિધ સહાય સરળતાથી મળીને તે પણ અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં બ્રિજ, વીજળી, રોડ તથા જિલ્લાના ડેમોની સફાઈ સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. વિકાસના કામો ગુણવત્તાયુક્ત કરવા તથા કામમાં વિલંબ કરનાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની સૂચના આપી હતી.
  આ તકે મંત્રી કાન્તિભાઈ અમૃતિયાએ જિલ્લામાં કોઈ પ્રશ્નો ન રહે, લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે રીતે અધિકારીઓને કામગીરી કરવાની સૂચના આપી હતી.

(12:50 AM IST)