<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

માળિયામાં ડમ્પરનું ટાયર ફાટતા જેક લગાવતી વખતે ટ્રક અથડાયો, બેને ઈજા.

રોહીશાળા ગામ નજીક ટાયર ફાટતા ડમ્પર ઉભું રાખી જેક ચડાવતા હતા ત્યારે ટ્રક ચાલકે ડમ્પર પાછળ ટ્રક અથડાવી અકસ્માત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના રોહીશાળા નજીક ડમ્પરનું ટાયર ફાટતા સાઈડમાં ઉભી રાખી જેક લગાવતા હતા ત્યારે ટ્રક ચાલકે ડમ્પર પાછળ ભટકાડી અકસ્માત કરતા બેને ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

     મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા હરેશભાઈ ઘોઘજીભાઈ સનુરા (ઉ.વ.૩૯) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ડમ્પર જીજે ૩૬ એક્સ ૧૨૨૧ લઈને હળવદથી માળિયા હાઈવે પર જતા હતા અને રોહીશાળા ગામ નજીક ટાયર ફાટતા ડમ્પર ઉભું રાખી ફરિયાદી હરેશભાઈ અને ગોપાલભાઈ બંને ટાયર કાઢવા જેક લગાવતા હતા ત્યારે હળવદ માળિયા હાઈવે પરથી ટ્રક જીજે ૧૨ એટી ૯૨૯૪ નીકળતા ટ્રક ચાલકે ડમ્પર પાછળ ટ્રક અથડાવી અકસ્માત કર્યો હતો અને ડમ્પરને ધક્કો લાગતા જેક ખાસ્સી જતા ફરિયાદી હરેશભાઈના બંને પગ ડમ્પર ટાયર નીચે દબાઈ જતા તેમજ ગોપાલભાઈને માથામાં ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


 

(12:59 AM IST)