<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સોમવારથી ઠંડીનું જોર વધશે

પછી પાંચ દિવસ સુધી ધીમી ગતિએ ક્રમશઃ બે થી ત્રણ ડીગ્રી તાપમાન ગગડશેઃ આઇએમડી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૦: કાશ્‍મિર પર આજે નવું ડબલ્‍યુ ડી દસ્‍તક દઇ રહ્યું છે બાદમાં આ ડબલ્‍યુ ડી જમ્‍મુ-કાશ્‍મિર-લદ્‌ાખ સહિત ઉતરના હિમાલયના અમુક ભાગોમાં પણ સ્‍નોફોલ વરસાવશે. આ ડબલ્‍યુ ડી જયારે પસાર થઇ જશે, બાદમાં ઉતરના ઠંડાગાર પવનો વહેતા થશે જે ગુજરાત સુધી પહોંચશે.

હવામાન વિભાગના વર્તારામાં, સોમવાર થી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે . અને બાદમાં પાંચ દિવસ સુધી ધીમી ગતિએ ક્રમશઃ બે થી ત્રણ ડીગ્રી તાપમાન ગગડશે. ઠંડી વધતી જશે. સ્‍કાયમમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં ૨૩- અથવા ૨૨ તારીખથી ઉતરના પવનો વહેતા થશે અને કડકડતી ઠંડીનો દોૈર શરૂ થશે. પલાવત વધુમાં જણાવે છે કે અત્‍યાર સુધીના પસાર થયેલા ડબલ્‍યુ ડી માં આ છેલ્લુ ડબલ્‍યુ ડી થોડું વધુ મજબૂત છે. આ ડબલ્‍યુ ડી ના પસાર થવા બદા નવા વરસની શરૂઆત થવા સુધી અન્‍ય કોઇ નવું ડબલ્‍યુ ડી આવે તેવી સંભાવના નથી. મતલબ કે નવા ડબલ્‍યુ ડી ના  આગમન પર થોડા દિવસ માટે બ્રેક લાગશે. જાન્‍યુઆરી-ફેબ્રુઆરીમાં ડબલ્‍યુ ડી ના લગાતાર આગમનનો સીલસિલો જોવા મળી શકે છે. તેમ વિતેલા વરસની સરખામણી સાથે મહેશ પલાવત જણાવે છે. રાજસ્‍થાન ઉપર એક એન્‍ટીસાયકલોન હોઇ, અને વેસ્‍ટર્ન ના  નીચેના  ભાગે જ સાયકલોનિક સકર્યુલેશનનો આ નબળા ડબલ્‍યુ ડી માં અભાવ હોઇ, ઉતરના પવનો એન્‍ટી સાયકલોનના કારણે ગુજરાત પર વેહલા આવે છે. જે હાલ ગુજરાતમાં ઠંડી ઝડપથી આવી રહી છે

(1:50 PM IST)