News of Saturday, 20th December 2025
ગુરૂવારે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પૂ.હરીરામબાપાનો પ્રાગટયોત્સવ ઉજવાશે
પૂ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં સત્સંગસભા ગુરૂપુજન ભોજનપ્રસાદ સહિતના આયોજન દ્વિદિવસીય ધર્મોત્સવમાં દેશવિદેશના ભાવિકો ઉમટશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જામજોધપુરથી ૨૧ કિમી.ના અંતરે આવેલા ધનુડાના સતપુરાણધામ આશ્રમ ખાતે આગામી ૨૫ ડીસે.ને ગુરૂવારના રોજ પુ. હરીરામબાપા ના પ્રાગટયોત્સવની પુ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.
જેમા તા. ૨૪ને બુધવાર સવારથીજ આ ધર્મોત્સવનો પ્રારંભ થશે અતે સવાર ૧૦ કલાકથી પુ. જેન્તિરામબાપાની સત્સંગ સભા શરૂ થશે. તેમજ ગુરૂવારે પુ. બાપાના પ્રાગટયોત્સવ નિમીતે સવારે ૯ કલાકે પુ. હરીરામબાપાની ચરણપાદુકાનું પુ. જેન્તિ રામબાપા ભાવપુજન કરશે ત્યારબાદ સવારે ૧૦ કલાકે સાંજે ૫ કલાકે અને રાત્રે ૧૦ કલાકે પુ. જેન્તિરામબાપા સત્સંગસભામાં તેમના ગુરૂદેવ સાથે વિતાવેલ અમૂલ્યક્ષણો અને તેમના આશિર્વાદથી જીવનમાં આવેલ પરિવર્તન અને આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરી ગુરૂગાન કરશે આ દ્વિ દિવસીય ધર્મોત્સવને લઇને દેશવિદેશથી ભાવિકો આવનાર હોય ત્યારે આવાસ નિવાસ અને બંને ટાઇમ અવિરત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત શિયાળાની ઠંડીને ધ્યાનમાં લઇ ૧૦ હજારથી વધુ લોકો સત્સંગનો લાભલઇ શકે તે માટે તાલપત્રી જડીત વિશાળ ડોમ ઉભુકરવામાં આવ્યું છે. અને છેલ્લા એકમાસથી આ કાર્યક્રમને લઇ પુ. જેન્તિરામબાપાના માર્ગદર્શન હેઠળ જીણવટભરી તૈયારીઓ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ, રાજેશભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇ અને સમગ્ર સતપરિવારના સભ્યો તૈયારીઓને આખરી ઓપ આપી રહયા છે.
વધુમાહિતી માટે મો.નં. ૯૪૨૭૨ ૭૭૫૭૮ ઉપર સંપર્ક સાધવા અને આ ધર્મોત્સવનો લાભ લેવા ધર્મપ્રેમીજનતાને જાહેર નિમંત્રણ આપવાયુ છે. (૩. ૪)
ગુરૂવાર સંતવાણી લોકડાયરામાં રાત્રે ૧૦ કલાકે મેરાણભાઇ ગઢવી દેવરાજભાઇ ભનુભાઇઓડેદરા સવદાસભાઇ ગાગલીયા સહિતના કલાકારો ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં જમાવટ કરશે
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
