<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

માંગરોળ વકિલ મંડળમાં પ્રમુખ પદે માધવજી ખાણીયાની નિમંણુક

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ૧૯: આટકોટમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર વિરુદ્ધ દુષ્‍કર્મ પીડિતા બાળકીની ઓળખ જાહેર બદલ કરવા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમનું આ કળત્‍ય જુવેનાઈલ જસ્‍ટિસ (કેર એન્‍ડ પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન) અધિનિયમનું સીધું ઉલ્લંઘન ગણાવાયું.

જસદણના કાનપર નજીકના વાડી વિસ્‍તારમાં ૬ વર્ષની માસૂમ બાળકી પર નરાધમ પાખસિંગ તેરસિંગે દુષ્‍કર્મ આચર્યાની ઘટના બની હતી. આ ઘટના બાદ ગુજરાત રાજ્‍ય કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા ત્‍યારે તેમણે પીડિત બાળકી સાથે ફોટો લીધો હતો અને પરિવારના સભ્‍યો, તેમના મકાન સહિતના વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર સોશિયલ અપલોડ કર્યા હતા. કાયદા મુજબ, દુષ્‍કર્મનો ભોગ બનનાર પીડિત અને તેના પરિવારના સભ્‍યોનો ઓડિયો-વિડિયો મીડિયામાં વહેતા કરી શકાતા નથી. આથી આ નિયમનું ઉલ્લંઘન થતાં, આટકોટ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ સંજયભાઈ એ પ્રગતિ આહિર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આજે તેઓ કોંગ્રેસના કાર્યકરો સાથે આટકોટના પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા હતા. કોંગ્રસ સેવાદળના મહિલા પ્રમુખ નેતા પ્રગતિ આહીર આટકોટ પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા કોંગ્રેસના મોટી સંખ્‍યામાં આગેવાનો સાથે પ્રગતિ આહીર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા પ્રગતિ આહિરે પીડિત પરિવારના ફોટો વિડીયો વાયરલ કર્યા અંગે આટકોટ પોલીસ સ્‍ટેશનમાં નિવેદન લેવાયું પ્રગતિ આહીર સામે આટકોટ પોલીસ સ્‍ટેશનમાં ૪ દિવસ પહેલા ફરિયાદ દાખલ થઇ હતી આટકોટમાં દુષ્‍કર્મ પીડિત દીકરી અને પરિવારની ઓળખ પ્રસ્‍થાપિત કરી હતીદીકરી પરિવારનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતાજુવેનાઈલ જસ્‍ટિસ અધિનિયમ હેઠળ એફઆઇઆર દાખલ કરાય હતી ૪ દિવસ પહેલા પીડિટ દીકરી ના ઘરે જય પરિવારને પ્રગતિ આહીર મળ્‍યા હતા જસદણના કોંગ્રેસ આગવવાનો સહિત ૨૫ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી

(11:24 AM IST)