<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

વેરાવળઃ દેવીપૂજક આધેડની આડેધડ માર મારી હત્‍યા

લોહિયાળ ખુની ખેલઃગાળો આપ્‍યા બાદ બે મહિલા સહિત ૬ લાકડી, પાઇપ,પથ્‍થરથી તૂટી પડયા

(દિપક કકકડ) વેરાવળ શહેરના સુભાષ રોડ પર વહેલી સવારે એક હત્‍યાની દ્યટના બની છે. આવાસ કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકીની પથ્‍થરો મારી હત્‍યા કરવામાં આવી છે.  આ દ્યટનામાં પુનાભાઈ પર લાકડી, પાઇપ, પથ્‍થરોથી હુમલો કરવામાં આવ્‍યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્‍કાલિક ૧૦૮ મારફતે વેરાવળ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જયાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજયું હતું. જાણવા મળતી વિગત મુજબ વેરાવળ આવાસ યોજના ડાભોર રોડ વેરાવળ ખાતે રહેતા અને કચરો વિણવાનું કામ કરતા પૂનાભાઈ બાબુભાઇ સોલંકી સવારે ૫ વાગ્‍યે સુભાષરોડ થી શાક માર્કેટ તરફ જતા હતા ત્‍યારે દેવીપૂજક મુકેશ બધા સોલંકી , સંજય બધા , ચંદા બેન, મુક્‍તા કાના, સુનીલ કાના અને સાહિલ સોલંકી એ ભેગા થઈ પૂનાભાઈ ને ગાળો બોલવા લાગતા અને બાદમાં ઉગ્ર બોલાચાલી બાદ એક સંપ થઈ લાકડી, પાઇપ, પથ્‍થર થી તૂટી પડ્‍યા હતા અને તેના બન્ને હાથ, બન્ને પગ ભાંગી નાખી તેમજ ગંભીર ઇજાઓ કરી નાસી ગયા હતા. પૂનાભાઈ ને હોસ્‍પિટલે ખસેડેલ પરંતુ હોસ્‍પિટલમાં પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્‍યુ થયું હતું પોલીસે આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધી તેને રાઉન્‍ડ અપ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

  ડાભોર રોડ ફાટક પાસે ટ્રેન હડફેટે આવતા મૃત્‍યુ 

ડાભોર રોડ ઉપર રેલ્‍વે નું ફાટક આવે છે ત્‍યાં ગાંધીનરગ થી વેરાવળ આવતી ટ્રેન ની હડફેટે અજાણ્‍યો પુરૂષ નું મૃત્‍યુ થયેલ હતું વેરાવળ ડાભોર રોડ ઉપર રેલ્‍વે ફાટક આવેલ છે ત્‍યાં રાત્રે ગાંધીનગર થી વેરાવળ ઈન્‍ટરસીટી ટ્રેન આવી રહેલ હતી તેમાં એક અજાણ્‍યો પુરૂષ હડફેટે આવી જતા બનાવ ના સ્‍થળે મૃત્‍યુ થયેલ હતું રેલ્‍વે પોલીસે તેમનો મૃતદેહ પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરેલ છે.

ગીર સોમનાથ જીલ્લા પોલીસમાં ૧૩૯ ની બદલી તાજેતરમાં ૮૩ ની બદલી થયેલ હતી તેને કોઈએ ચાર્જ છોડયો નથી ?

ગીર સોમનાથ જીલ્લામાં એસ.પી એ જુદા જુદા પોલીસ સ્‍ટેશનો ૧૩૯ કર્મચારીઓની બદલી કરેલ છે તાજેતરમાં ૮૩ ની બદલી કરાયેલ નથી તેમાંથી હજુ કોઈએ ચાર્જ છોડેલ નથી તેમ જાણવા મળેલ છે. ગીર સોમનાથ એસ.પી જયદીપસિંહ જાડેજા એ રાત્રે જીલ્લાના જુદા જુદા પોલીસ સ્‍ટેશનોના ૧૩૯ કર્મચારીઓની બદલી કરેલ છે આ પહેલા પણ ૮૩ ની બદલી કરાયેલ હતી જેણે પંદરેક દિવસ થયેલ છે જીલ્લામાં ખબજ મોટાપાયે કર્મચારીઓની અરસ પરસ બદલીઓથી ભારે ખળભળાટ વ્‍યાપેલ છે.

જાણવા મળતી વિગત મુજબ ૮૩ જેટલા ની બદલી જુદા જુદા પોલીસ સ્‍ટેશનોમાંથી થયેલ હતી તેને હજ સુધી ચાર્જ છોડેલ ન હોય અને બદલી ના સ્‍થળે ગયેલ ન હોય તેવું જાણવા મળેલ છે.

(1:51 PM IST)