<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ખોરાસા ગીરના શખ્‍સના બેંક એકાઉન્‍ટમાં સાયબર ફ્રોડના ૪.૨૩ કરોડ જમા થયા

રકમ અન્‍ય ખાતામાં ટ્રાન્‍સફર કરી સગેવગે કર્યાનું ખુલતા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: ખોરાસા ગીરના શખ્‍સના બેંક એકાઉન્‍ટમાં સાયબર ફ્રોડના ૪.૨૩ કરોડ જમા થયા  હોવાનું સામે આવતા ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડની ચેનલ તોડવા ઓપરેશન મ્‍યુલ હન્‍ટ હાથ ધરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાને ચોરવાડ પોલીસે તપાસ કરતા માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના હિતેશ નાથાભાઈ ચાંડપાના એક્‍સિસ બેંક જૂનાગઢના મારુતિ ટ્રેડર્સના નામના એકાઉન્‍ટ પર એનસીસીઆરપી પોર્ટલની ૪૫ અરજી થઈ હોવાનું સામે આવ્‍યું હતું.

તેમજ મહારાષ્‍ટ્ર પુણેના નિલેશ રાધે રાધે ભાનુદાસ રાડેને ટ્રેડિંગ કરવાની લાલચ આપી ફ્રોડ થયેલ પૈકીની ફ્રોડની રૂપિયા ૫૦ લાખ, ૧૯ લાખ, રૂપિયા ૪૦ લાખ મળી કુલ રૂપિયા ૧.૦૯ કરોડ શખ્‍સના મારુતિ ટ્રેડર્સના નામના એકાઉન્‍ટમાં જમા થયા હતા. ખાતા ધારક હિતેશ ચાંડપાએ પોતાના બેંક એકાઉન્‍ટમાં ફ્રોડથી રૂપિયા ૪,૨૩,૧૦,૭૮૧ મેળવી અન્‍ય બેન્‍ક ખાતામાં ટ્રાન્‍સફર કરી રકમ સગેવગે કરી નાંખી હોવાની ફરિયાદ આધારે શુક્રવારે શખ્‍સ સામે ચોરવાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સૌથી વધુ ૧.૦૯ કરોડ મહારાષ્‍ટ્રથી જમા થયા હોવાનું ખુલ્‍યું છે.

(12:15 PM IST)