<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા તા. 22 થી 24 ડિસેમ્બર ના ધ્યાન શિબિર નું આયોજન

જયઅંબે સોસાયટી માં અમીનભાઈ ની ચક્કી સામે ના સાર્વજનિક મેદાન માં યોજાશે : શિબિરનો લાભ લઈને જીવનમાં સાચી શાંતિનો અનુભવ કરવા આમંત્રણ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા.૨૦ : ઓખામંડળ તાલુકા ના ઔધોગિક શહેર મીઠાપુર નજીક આવેલ જય અંબે સોસાયટી માં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા વિશ્વ ધ્યાન દિવસ ના અનુસંધાને આગામી 22 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી ત્રીદિવસીય ધ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. 

        આ ધ્યાન શિબિર જયઅંબે સોસાયટી માં અમીનભાઈ ની ચક્કી સામે ના સાર્વજનિક મેદાન માં સાંજે 4 થી 5.30 વાગ્યા સુધી યોજાશે. તો આ શિબિર નો લાભ લઈ જીવન માં સાચી શાંતિ નો અનુભવ કરવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

(1:02 PM IST)