<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ધ્રોલ ખાતે ‘સાંસદ ખેલ મહોત્‍સવ'નો શાનદાર પ્રારંભઃ ધારાસભ્‍ય અને ભાજપ અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં રમતોત્‍સવ ખુલ્લો મુકાયો

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલઃ તા. ર૦,  જામનગર લોકસભા સંસદીય ક્ષેત્ર અંતર્ગત યુવાનોમાં રહેલી ખેલ પ્રતિભાને પ્રોત્‍સાહન આપવા અને યુવા શક્‍તિને ઉજાગર કરવાના ઉદ્દેશ્‍ય સાથે યોજાઈ રહેલા ‘સાંસદ ખેલ મહોત્‍સવ'નો આજરોજ ધ્રોલ શહેર અને તાલુકા કક્ષાએ ભવ્‍ય શુભારંભ કરવામાં આવ્‍યો છે. ધ્રોલ શહેરની બી.એમ. પટેલ સ્‍કૂલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આ મહોત્‍સવને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

આ ત્રિ-દિવસીય રમોત્‍સવનું આયોજન તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ સુધી કરવામાં આવ્‍યું છે. મહોત્‍સવ અંતર્ગત વિવિધ રમતોની સ્‍પર્ધાઓ શ્રી બી.એમ. પટેલ (વાંકિયા) ખાતે યોજાશે. આ સ્‍પર્ધાઓનો સમય સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધીનો રાખવામાં આવ્‍યો છે, જેમાં ધ્રોલ શહેર અને તાલુકાના ખેલાડીઓ પોતાનું કૌશલ્‍ય બતાવશે.

આ ઉદધાટન પ્રસંગે ધ્રોલના ધારાસભ્‍ય શ્રી મેઘજીભાઈ ચાવડા વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમની સાથે ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ કોટેચા, તાલુકા સંગઠન ઙ્કમુખ શ્રી પ્રદીપસિંહ જાડેજા અને ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિનુભાઈ વાઘેલાએ હાજરી આપી હતી.

આ તકે પૂર્વ પ્રમુખ શ્રી નવલભાઇ મુંગરા, પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા, બ્રિજરાજસિહ જાડેજા, શ્રી હિતેશભાઈ ચનીયારા અને શ્રી ગોવિંદભાઇ દલસાણીયા, તુષારભાઈ ભાલોડીયા, રુતુલ ગડારા શહેર મહામંત્રી, રણછોડભાઈ પરમાર, ફિરોઝ સોલંકી, જીતેશ રાઠોડ, મહેશ ચીખલયા, સહિતના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ ખેલ મહોત્‍સવ થકી ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે એક ઉત્તમ પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવ્‍યું છે.

(1:11 PM IST)