News of Saturday, 20th December 2025
ધોરાજી બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખપદે સતત ૩૦મી વખત વી.વી. વઘાસીયા ચૂંટાયા
ઉપપ્રમુખપદે દિપક વૈષ્ણવ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે અશોક વી. બાલઘા

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૦: વકીલ મંડળના હોદેદારોની મુદત પુરી થઈ જતા સને ૨૦૨૬, ૨૭ એમ બે વર્ષ માટેની ચુંટણી કરવાં અંગે ચુટણી કમીશનર તરીકે સીનીયર એડવોકેટ એમ. જી. વાગડીયા ની નીમણુક કરવામાં આવેલ હતી. જેમાં પ્રમુખપદે વી.વી. વઘાસીયા ચૂંટાયા છે. વકીલોના હિત અને કલ્યાણ અંગેના કામો કરાવવામાં અને મંજુર કરાવવામાં સદાય જાગળતિ બતાવીને અનેક સુધારા-વધારા કરવામાં પણ તેમનો સિંહ ફાળો રહેલ છે. તેમજ ગુજરનાર એડવોકેટના નિરાધાર પરિવારને વધુમાં વધુ રૂપિયા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાંથી મળે તેવી જહેમત સદાય ઉઠાવતા રહયા છે. અને તેમને તેમાં સફળતા મળતી આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લગતા તેમજ વેલ્ફેર ફંડને લગતા તમામ કામ સમગ્ર ગુજરાતમાં માત્ર ધોરાજી બાર એસોસીએશન મારફત કરવામાં આવે છે. જેનો યશવી. વી. વઘાસીયાના ફાળે જાય છે.
એડવોક્રેટ વી. વી. વઘાસીયા સ્પષ્ટ વકતા તરીકે જાણીતા છે. અને તે છાપથી ઓળખાય છે. તેમજ કોર્ટમાં ચાલતા સીવીલ તેમજ ફોજદારી કેસોમાં સામાજીક દૃષ્ટીએ સમાધાન કરાવવામાં તેમનું સદાય મોખરાનું સ્થાન રહેતુ આવ્યુ છે. જે કેસોમાં સમાધાન શકય ન હોય તેવા કેસોમાં પણ સામાજીક અને વ્યવહારીક દ્રષ્ટી અને ઉમદા વિચાર સરણીથી સમજાવીને અસંખ્ય સમાધાન કરાવેલ છે. ભરણ-પોષણના અમુક કેસોમાં છુટાછેડાના સ્ટેમ્પ પેપરમાં પક્ષકારોની સહીઓ પણ થઈ ગયેલ હોય અને આવા કેસોમાં પણ છેલ્લી ઘડીએ વી. વી. વઘાસીયાની સમજાવટથી સમાધાન કરાવીને ફરી સુખદઃ સંસાર સંધાયાના અનેક સારી રીતે સંસાર ચાલતા હોય તેવા અનેક દાખલાઓ છે. આમ કોર્ટના કેસોનું ભારણ ઓછુ કરવામાં તેમનું યોગદાન મહત્વનુ રહયું છે.
અને જેના કારણે સમગ્ર ન્યાયતંત્રના કર્મચારીગણમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધોરાજી બાર એસોસીએશનને સારી નામના મેળવેલ છે. સારી અને ઉતમ કામગીરીના કારણે જ ધોરાજી બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સતત ૩૦મી વખત અને ૨૦૨૬-૨૭ એમ બે વર્ષની મુદત માટે વી.વી. વઘાસીયાને પ્રમુખ તરીકે બીન હરીફ વિજેતા થયા છે. આમ સને. ૧૯૯૨ થી પ્રમુખ તરીકે સતત ચુંટાતા આવેલ છે.
તેમજ ધોરાજી બાર એસોસીએશનના ઉપ-પ્રમુખ તરીકે દિપકભાઈ વૈષ્ણવ તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે અશોકભાઈ વી.બાલધા જંગી બહુમતીથી ચુંટાઈ આવેલ છે. તેમજ શેક્રેટરી તરીકે એ.એમ. પટેલ, ખજાનચી તરીકે સંજયભાઈ જીવાણી, લાઈબ્રેરીયન તરીકે સી. એસ. પટેલ અને કારોબારીના સભ્ય તરીકે જી. કે. વિઝુંડા, એ. એ. સાગઠીયા, ડી. સી. વોરા અને મહેશભાઈ ઠેસીયા, અરવિંદભાઈ ધંધુકીયા વિગેરેને ચુંટણી કમી‘ર એમ.જી. વાગડીયાએ તમામ ઉમેદવારોને બીન હરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
