<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્‍ધિ સંદર્ભે દેવભુમી દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૦: ભારતનાં ચૂંટણી પંચ, નવી દિલ્‍હી દ્વારા જાહેર કરાયેલા તા.૦૧/૦૧/૨૦૨૬ની  લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીના સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંબંધિત વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ તથા તમામ મતદાન મથકો પર મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્‍ધિ કરવામાં આવી.

આ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી  રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં જિલ્લાના માન્‍ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન તમામ રાજકીય પક્ષોનાપ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની નકલ પુરી પાડવામાં આવી તેમજ ગણતરી ફોર્મ્‍સ પરત ન મળવાના કારણે જેમનાં નામ મુસદ્દા મતદારયાદીમાં સમાવિષ્ટ ન થઈ શકયાં હોય તેવા ASD મતદારોની યાદી પણ આપવામાં આવી હતી.   જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્‍ધિ બાદ હાથ ધરવામાં આવનાર પ્રક્રિયાઓ જેમ કે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાની પ્રક્રિયા, નોટીસ ઇસ્‍યુ કરવી, સુનાવણી તથા ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય, હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તથા અંતે મતદારયાદીની આખરી પ્રસિધ્‍ધિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર પ્રક્રિયા સરળ, પારદર્શક અને ક્ષતિરહિત રીતે પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી રાજેશ તન્ના દ્વારા તમામ માન્‍ય રાજકીય પક્ષોને જિલ્લા વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપવા અનુરોધ કરાયો હતો.

(1:08 PM IST)