News of Saturday, 20th December 2025
મોરબીમાં રખડતા ઢોર પકડવા બાબતે મહિલાઓએ બોલાચાલી કરી, પકડેલ ગાયોને છોડાવી ગયા
બે મહિલાઓ વિરુદ્ધ કાયદેસર ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૦: મોરબી મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ પર ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે અને વાવડી રોડ પર ઢોર પકડવાની કામગીરી દરમિયાન બે મહિલાઓએ બોલચાલી કરી પકડવામાં આવેલ ગાયોને છોડાવી જઈને ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળિયાના મોટા ભેલા ગામે રહેતા વિપુલભાઈ લખમણભાઈ છૈયા (ઉ.વ.૨૯) વાળાએ આરોપીઓ દેવુબેન ભરવાડ અને ભાનુબેન ભરવાડ રહે બંને કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને અન્ય મોરબી મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર રખડતા ઢોર પકડવાની ફરજ બજાવતા હતા ત્યારે વાવડી રોડ કારિયા સોસાયટીમાં આરોપીઓ દેવુબેન અને ભાનુબેને ઉગ્ર અવાજે બોલાચાલી કરી પકડાયેલ ગાયોને છોડાવી જઈને ફરિયાદી તેમજ તેની સાથે રહેલા કર્મચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
