News of Saturday, 20th December 2025
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડમાં ગયેલ ૪૧ લાખ રીકવર કરી ફરીયાદીને પરત આપ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૦ : ફ્રોડમાં ગયેલ ૪૧ લાખથી વધુની રકમ રિકવર કરી ફરિયાદીને પરત અપાવતી મોરબી સાયબર ટીમ.
મોરબી જિલ્લાની સાયબર ક્રાઈમ ટીમે ‘તેરા તુજકો અર્પણ' અંતર્ગત સાયબર ફ્રોડ કેસમાં ગયેલ નોંધપાત્ર રકમની રિકવરી કરીને ફરિયાદીને પરત અપાવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબીને સોંપવામાં આવી હતી, જેમાં ફરિયાદીની કંપનીને ૭૧,૪૫,૬૧૬/-નું નુકસાન થયું હતું.
મળતી માહિતી મુજબ ફરિયાદીની બોન્ઝા વિટ્રીફાઈડ કંપનીનું બોગસ ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ગઠિયાઓએ ભારત સરકારના ICEGATE પોર્ટલમાં યુઝર રજીસ્ટર કરાવ્યું હતું. ત્યારબાદ, આ બોગસ આઈડી દ્વારા સરકારી રોડટેપ સ્ક્રીપ નંગ-૨૯ની કુલ કિંમત રૂ. ૭૧,૪૫,૬૧૬ ની છેતરપીંડી આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઈમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ રાજ્યોમાં ઝીણવટભરી તપાસ કરીને ગુનાના કામે રૂ. ૪૧,૮૧,૬૮૦ની માતબર રકમ રિકવર કરી આજે, તારીખ ૧૯/૧૨/૨૦૨૫ના રોજ, ફરિયાદીને તેરા તુજકો અર્પણઅંતર્ગત પરત અપાવવામાં આવી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
