<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ટી.બી. મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત કુતિયાણા તાલુકા પંચાયત ખાતે શિબિર યોજાઈ

ટી.બી. મુક્‍ત પંચાયત જાહેર થયેલા ગામોના સરપંચો અને તલાટીઓનું સન્‍માન કરાયુ

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા.ર૦ઘ ભારત સરકાર દ્વારા  ‘‘ટી.બી. મુક્‍ત ભારત'' અભિયાન જાહેર કરવામાં આવ્‍યું છે. આ અભિયાનના અનુસંધાને પોરબંદર જિલ્લા ક્ષય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય કેન્‍દ્ર પોરબંદર તથા જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી, આરોગ્‍ય શાખા, જિલ્લા પંચાયત પોરબંદરની સૂચના મુજબ કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે ટી.બી. મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

શિબિરમાં  કુતિયાણા તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્‍ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી હોવાના અનુસંધાને, આ તમામ ગામોના સરપંચશ્રી ઓ તથા તલાટી કમ મંત્રીશ્રીઓને પ્રશસ્‍તિ પત્ર અને મેડલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે ટી.બી. રોગના લક્ષણો, સારવાર તથા અટકાયતી પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી કુતિયાણા, તાલુકા આરોગ્‍ય અધિકારી ડો. પરમાર સાહેબ તેમજ કુતિયાણા તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓની ઉપસ્‍થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્‍સાહપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

(1:22 PM IST)