News of Saturday, 20th December 2025
જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્રભાઈ સોલંકીઃ તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયા
મોરબી બાર એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીનું પરિણામ જાહેર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ અને કારોબારીમાં મહિલા પદ બિનહરીફ થયા બાદ આજે જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઈ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી, સેક્રેટરી પદ માટે ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી બિનહરીફ થયા હતા. જ્યારે આજની ચૂંટણીમાં ૬૬૯માંથી ૫૧૯ વકીલોએ મતદાન કર્યું હતું.
જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ૨ ઉમેદવાર અને કારોબારીના ૪ પદ માટે ૭ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં જોઈન્ટ સેક્રેટરીના ઉમેદવાર અતુલભાઈ ડાભીને ૧૯૬ મત સામે જીતેનભાઈને ૨૯૯ મત મળ્યા છે. જ્યારે કારોબારીમાં ઘનશ્યામભાઈ આદ્રોજાને ૨૯૯ મત, દેવીપ્રસાદ જોશીને ૨૨૫, પ્રદીપભાઈ કંઝારિયાને ૨૪૬, હુસેનભાઈ કટારીયાને ૧૮૦, પ્રદીપભાઈ કાટીયાને ૧૯૧, નીતિનભાઈ પાડલીયાને ૨૧૮, યોગેશભાઈ પારેજીયાને ૨૩૨ મત મળ્યા છે.
જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતા જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયા છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
