News of Saturday, 20th December 2025
જામનગરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનની સબસીડી મંજૂર કરવા 40 હજારની લાંચ માંગી
2024ના જુના કેસમાં રણજીત રોડ પણ આવેલી પંજાબ બેન્કના ઓફિસર સંજય રાજકુમાર મીના, બેન્ક મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય અને ગીરીશ અરશીભાઈ ગોજીયા સામે ગુનો નોંધાયો

( મુકુન્દ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : જામનગર એસીબી દ્વારા ડિમાન્ડ કેસ દાખલ કરવામાં આવ્યો છે.પંજાબ નેશનલ બેંકના ઓફિસર સંજય મીના બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ રોય અને પ્રજાજન ગીરીશ ગોજીયાની વિરુદ્ધ મુદ્રા લોન ની સબસીડી મંજૂર કરવા ₹40,000 ની લાંચની માંગણી કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી જામનગરમા ACB એ લાંચ માંગવાના કેસમા પંજાબ બેન્કના બે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લીધેલી લોનની સબસીડી મંજુર કરવા બેન્કના કર્મીઓએ રૂપિયા 40 હજારની માંગણી કરી હતી.ACB એ છટકું ગોઠવ્યું પણ લાંચિયાઓને ભનક આવી જતા લાંચની રકમ સ્વીકારી નહિ.
રણજીત રોડ પણ આવેલી પંજાબ બેન્કના ઓફિસર સંજય રાજકુમાર મીના, બેન્ક મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય અને એક જામનગરના નાગરિક ગીરીશ અરશીભાઈ ગોજીયા સામે ગુનો નોંધાયો છે.
ACB એ ગત વર્ષે તારીખ 13-02-2024ના રોજ લાંચ સ્વીકારવાનું છટકું ગોઠવ્યું હતું જો કે સમગ્ર મામલે હવે ફરિયાદ નોંધાઈ છે.જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણીની ફરિયાદના આધારે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
