<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં રસાકસી બાદ પ્રમુખ સચિન ગોર, મંત્રી મલ્હાર બૂચ વિજયી

ઉપપ્રમુખ પદે કાનજી ધુવા, મહિલા ઉપપ્રમુખ પદે કાંતાબેન વેકરીયા વિજેતા જાહેર થતા ધારાશાસ્ત્રીઓ દ્વારા આવકાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ :  બે પેનલ વચ્ચે ભારે રસાકસી વચ્ચે ભુજ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ૮૩૮ મતદારો પૈકી ૭૦૩ મતદારોએ મતદાન કર્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જે.જે. જાડેજા અને એ.વી. સલાટ, સી.એચ આચાર્ય એ સેવાઓ આપી હતી. જેમાં મુખ્ય ચૂંટાયેલા હોદ્દેદારોની વાત કરીએ તો પ્રમુખ તરીકે સચિન મહેન્દ્રભાઈ ગોર, ઉપપ્રમુખ તરીકે કાનજી માલાભાઈ ધુવા, મહિલા ઉપપ્રમુખ તરીકે કાંતાબેન હરજી વેકરીયા, મંત્રી તરીકે મલ્હાર દર્શકભાઈ બૂચ, સહમંત્રી તરીકે મેહુલ કાંતિગીરી ગોસ્વામી અને અન્ય કારોબારી સભ્યો ચૂંટાઈ આવ્યા હતા.

(2:59 PM IST)