News of Saturday, 20th December 2025
કચ્છના રાપરમાં અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા શાકોત્સવની ઉજવણી કરાઈ
દિવ્ય શાકોત્સવ પ્રસંગે સંતોના દર્શન અને આશીર્વચનનો તથા દિવ્ય પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો તથા ધર્મપ્રેમીજનો સપરિવાર પધારી દિવ્ય ઉત્સવના સાક્ષી બન્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ-રાપર તા.૨૦ : હાલ ચાલી રહેલ ધનુર્માસ નિમિત્તે વાગડ વિસ્તારના વિવિધ મંદિરો માં ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે તે અન્વયે રાપર ના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે
સ્વામિનારાયણ ગુરુકુળ આણંદ સંતો ના હસ્તે ઉદ્દઘાટન તથા શ્રી હરિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામ મહારાજ
"દિવ્ય શાકોત્સવ” ૫.પૂ.સ.ગુ. ધ્યાનીસ્વામીશ્રી હરિસ્વરૂપદાસજી ભક્તરાજ સુરાખાચરની પ્રાર્થનાના ફળ સ્વરૂપે પ્રથમ વખત લોયા ગામમાં ૬૦ મણ રીંગણ અને ૧૨ મણ ઘી નો વઘાર કરી દિવ્ય "શાકોત્સવ" ની આ સંપ્રદાયને ભેટ આપનાર સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા ગુરુવર્ય પ.પૂ.સ.ગુ. શ્રી ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદથી તથા ગુરુસ્થાને રહેલાપ.પૂ.સ.ગુ.શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજીની પ્રેરણાથી રાપર ખાતે દિવ્ય ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
આ દિવ્ય પ્રસંગે પૂજ્ય શાસ્ત્રીસ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી સંતમંડળ સાથે પધારી દર્શન આશીર્વચનનો લાભ આપ્યો હતો તેમના હસ્તે આ દિવ્ય શાક બનાવશે. આવા દિવ્ય શાકોત્સવ પ્રસંગે સંતોના દર્શન અને
આશીર્વચનનો તથા દિવ્ય પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો તથા ધર્મપ્રેમીજનો સપરિવાર પધારી આ દિવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા તદુપરાંત રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે રાપર લોહાણા સમાજ ના પ્રમુખ રાજુભાઈ ચંદે રાજેશ ભાઈ ભટ્ટ ઉમેશ ભાઈ સોની વિનુભાઈ થાનકી બળવંત ભાઈ ઠકકર ઘનશ્યામ ભાઈ પુજારા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ
પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન
શ્રીજી સત્સંગ દ્રસ્ટ, ભુજ સંચાલિત સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર, અયોધ્યાપુરી રાપર દ્વારા કરવામાં આવ્યું હતું. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
