તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા "સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ” યોજાયો
વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા અને તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપુર્ણ ચર્ચા તથા માગદર્શન અપાયું

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા "સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ” નું આયોજન તા. ૨૦/૧૨/૨૦૨૫ના °L&T ટ્રેનિંગ સેન્ટર જામનગર” ખાતે કરવામાં આવેલ હતું.
આ ક્રાર્યક્રમનું સફળ આયોજન પો.ઇન્સ આઇ.એ.ઘાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં *L&T ટ્રેનિંગ સેન્ટર જામનગર* મોટી બાણુગરના ૧૧૫ જેટલા કર્મચારીઓ તથા સ્ટાફને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરેલ તથા તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપુર્ણ ચર્ચા તથા માગદર્શન આપવામાં આવેલ.
આ સેમીનાર દરમ્યાન વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટસના સિક્યુરિટી સેટીંગ તથા ઇન્ટરનેટની સુરક્ષા વિશેની માહિતી આપેલ તે ઉપરાંત જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મિડિયા એકાઉન્ટ વિશે માહીતી આપેલ અને લોકોને સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે સતત માહીતગાર રહેવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરની વોટ્સઅપ ચેનલ પર જોડાવવાનો આગ્રહ કરવામાં આવેલ
આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.કે.જાલા તથા કોન્સટેબલ શબાનાબેન,હિરલબેનનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
