News of Saturday, 20th December 2025
મોરબીના dysp પી એ ઝાલાની બદલી, નવા બે ડીવાયએસપીની મોરબી નિમણુક
dysp ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે ૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે નિમણુક આપવામાં આવી છે સાથે જ પાંચ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક આપવામાં આવી છે.
મોરબીના ડીવાયએસપી પી એ ઝાલાની નાયબ પોલીસ અધિક્ષક )ઈન્ટેલીજન્સ) રાજકોટ રીજીયન ખાતે બદલી કરવામાં આવી છે જયારે જે એમ આલની વિભાગીય પોલીસ અધિકારી મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે અને કે પી પરમારની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
