<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએશનની બેઠકમાં હોદેદારોની વરણી.

ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિની ઓફિસે મળેલી બેઠકમાં નવા વર્ષના હોદેદારોની નિમણુક કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએશનની બેઠક મળી હતી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિની ઓફિસે મળેલી બેઠકમાં નવા વર્ષના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે

       મોરબી જીલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએસનું સ્નેહમિલન વર્ષ ૨૦૨૫-૨૬ નું યોજાયેલ તથા શ્રી ઉમિયા માતાજી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, શ્રી મોરબી જિલ્લાના પાટીદાર સમાજના આઝાદી પહેલા પ્રથમ એડવોકટ સ્વ.જયરાજભાઈ એ.પટેલ સાહેબશ્રી (સને ૧૯૪૩) તથા શ્રી મોરબી જિલ્લાના પાટીદાર સમાજના આઝાદી પછીના પ્રથમ એડવોકટ સ્વ.શ્રી ધનજીભાઈ એ.સબાપરા સાહેબ (સને ૧૯૫૩) ને પુષ્પાજલી તેમજ દીપ પ્રાગટીય કરેલ
મોરબી જીલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએસન વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદેદારોની વરણી પાટીદાર સીનીયર વકીલોના મિટીંગમાં સર્વાનુમતના નિર્ણય મુજબ થયેલ તથા સિનીયર એડવોકેટ વિપુલભાઈ એમ.જેઠલોજા ધ્વારા નીચે મુજબ નવા હોદેદારોની જાહેરાત થયેલ જેમાં
પ્રમુખ પદે ગૌરવ જે. છત્રોલા,ઉપપ્રમુખ પદે (૧) બ્રિજેશ આર. પનારા (૨) ધવલ ડી. શેરસીયા,સેક્રેટરી પદે પિયુષ એમ. કોરીંગા,જોઈન્ટ સેક્રેટરી પદે અલ્પેશ પી. હાલપરા,ખજાનચી ધિરેન ડી. રાજપરા,કારોબારી સભ્ય (૧) જયદીપ કાસુન્દ્રા(૨) મયંક કાસુન્દ્રા (૩) નિશીત ઘેટીયા (૪) મનીષ રાંકજા (૫) નીશાબેન વડસોલા (૬) વૈશાલીબેન ઉભડીયા (૭) ધારાબેન કુંડારીયા (૮)  મીનાબેન પટેલની નિમણૂક કરેલ તેમજ સિનીયર વકિલઓ ઘ્વારા કાયદાને લગત ભાષણ આપેલ તેમજ કાયદાને લગત પ્રશ્નોતરી કરેલ


 

(12:43 AM IST)