<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ધામધૂમથી ઉજવાશે.

તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહાયજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, માહિતી પ્રદર્શની યોજાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ૨૫ ડીસેમ્બરનો દિવસ ક્રિસમસ ડે નહિ ભારતીય સંસ્કૃતિય પ્રમાણે દર વર્ષે ઉજવવામાં આવે છે મોરબીના સામાકાંઠે સ્થિત સાર્થક વિદ્યામંદિર દ્વારા દશ વર્ષથી ૨૫ ડીસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાર્થક વિદ્યા મંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે.

૨૫ ડીસેમ્બરના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહાયજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, માહિતી પ્રદર્શની યોજાશે તેમજ શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા અને તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ પણ સમજાવવામાં આવશે
તા.25-12-2025
સમય:; સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી
સ્થળ:- સાર્થક વિદ્યામંદિર ,મોરબી-2
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.
સૂચના :- શાળાએ આવવાના રસ્તા પર કામ ચાલુ હોવાથી તુલસી દિવસની મુલાકાતે આવનાર તમામ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસ વાળા ફાટકથી ડીમાર્ટ થઈને આવે. આપના વાહન એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં  રાખવા વિનંતીમોરબી સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ધામધૂમથી ઉજવાશે.
૨૫ ડીસેમ્બરનો દિવસ ક્રિસમસ ડે નહિ ભારતીય સંસ્કૃતિય પ્રમાણે દર વર્ષે ઉજવવામાં આવે છે મોરબીના સામાકાંઠે સ્થિત સાર્થક વિદ્યામંદિર દ્વારા દશ વર્ષથી ૨૫ ડીસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાર્થક વિદ્યા મંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે.
૨૫ ડીસેમ્બરના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહાયજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, માહિતી પ્રદર્શની યોજાશે તેમજ શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા અને તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ પણ સમજાવવામાં આવશે
તા.25-12-2025
સમય:; સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી
સ્થળ:- સાર્થક વિદ્યામંદિર ,મોરબી-2
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.
સૂચના :- શાળાએ આવવાના રસ્તા પર કામ ચાલુ હોવાથી તુલસી દિવસની મુલાકાતે આવનાર તમામ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસ વાળા ફાટકથી ડીમાર્ટ થઈને આવે. આપના વાહન એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં  રાખવા વિનંતી

(12:59 AM IST)