News of Sunday, 21st December 2025
કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાલી હત્યા કેસના શાર્પ શૂટરની પુનાની યરવડા જેલમાં હત્યા
કેદીઓ વચ્ચે થયેલા ઝઘડામાં આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીઓએ તેમની સાથે થયેલ ઝઘડાના અનુસંધાને વિશાલ કાંબલે ઉપર હુમલો કરી ટાઇલ્સના ટુકડા વડે લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની જેલમાં હત્યા થવાના બનાવે ચકચાર સર્જી છે. ભુજથી અમદાવાદ જતી વેળાએ ચાલતી ટ્રેનમાં જયંતી ભાનુશાલીની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ પૈકી એક વિશાલ કાંબલે હતો. આ ગુનામાં જામીન ઉપર છુટેલ વિશાલ અન્ય બીજા ગુના અંતર્ગત યરવડા જેલ પુના માં હતો. શાર્પ શૂટર વિશાલ નાગનાથ કાંબલે પુના ની યરવડા જેલમાં બંધ હતો. ત્યાં કેદીઓ વચ્ચે થયેલા ઝઘડામાં આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીઓએ તેમની સાથે થયેલ ઝઘડાના અનુસંધાને વિશાલ કાંબલે ઉપર હુમલો કરી ટાઇલ્સના ટુકડા વડે લોહીલુહાણ કર્યો હતો. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિશાલનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
