<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

રાજકોટના જસદણમાં અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મની ઘટના: યુવતી સાથે 12 દિવસ આચર્યુ દુષ્કર્મ: પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

જસદણ પોલીસે આરોપીને વાડી વિસ્તારથી પકડ્યો અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

 રાજકોટ : રાજકોટના જસદણમાં અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેમાં આરોપી મોહન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને અમદાવાદ લઈ જઈ 12 દિવસ સુધી દુષ્કર્મ કર્યું, જસદણ પોલીસે આરોપીને વાડી વિસ્તારથી પકડ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

જસદણ પંથકમાં વધુ એક અપહરણ કરી ધાક ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જસદણના શિવરાજપુર ગામના મોહનભાઈ પુનાભાઈ પરમાર નામના 45 વર્ષીય વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, મોહન પરમાર પોતાની કારમાં દોરાના કારખાનામાં ભાડા પેટે મજરોને લઈ જતો હતો અને તે દરમિયાન તે યુવતીના પરિચયમાં આવ્યો હતો,

(3:29 PM IST)