<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

જામનગરમાં મોટર સાયકલ ચોરને રૂ.1.40 લાખના મુદામાલ સાથે પકડીચાર વાહન ચોરીનો ભેદ ઉકેલતી,જામનગર - એલ.સી.બી.

બાતમીના આધારે ખોડિયાર કોલોની અંધાશ્રમ આવાસ પાસેના બ્રીજ પાસેથી આરોપી અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયાને ઝડપી લેવાયો

જામનગર :  પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ વણશોધાયેલ ચોરીઓના ગૂના શોધી કાઢવા જણાવેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ વણશોધાયેલ ચોરીઓના ગૂના શોધી કાઢવા એલ.સી.બી.પો.ઇન્સ.ને સુચના કરેલ હોય,જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા તથા પો.સબ.ઇન્સ પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓના ગૂના શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા,કાસમભાઇ બ્લોચ,હિતેન્દ્રસિંહ જાડેજા તથા રૂષિરાજસિંહ વાળાને મળેલ બાતમી હકિકત આધારે જામનગર શહેરમા ખોડીયાર કોલોની અંધાશ્રમ આવાસ પાસેના બ્રીજ પાસેથી આરોપીઃ-અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયા કબ્જામાંથી ચાર વાહન કિ.રૂ. ૧,૪૦,૦૦૦/- સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ.યુવરાજસિંહ ઝાલાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઃ-  
૧) અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયા (રહે.કાલાવડ નાકા બહાર, ખાટકી વાડ જામનગર) પકડવાનો બાકી આરોપી ( ૧) અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઇલભાઇ સીપાઇ (રહે. ગુલાબનગર વાંઝાવાસ, જામનગર ) 
શોધી કાઢેલ ગુનાઓઃ-
૧) જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૨૨૫૨૩૫૬/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩(૨)(વાહન ચોરી)  
૨) જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૫૨૪૬૪/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩(૨) (વાહન ચોરી)  
૩) જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૫૨૪૭૮/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩(૨) (વાહન ચોરી)  
૪) જામનગર સીટી બી ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૯૨૫૨૯૨૮/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩(૨) (વાહન ચોરી)  
આરોપીઃ- અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયા ગૂનાહિત ઇતિહાસઃ-
૧) જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ગુરન-૧૧૨૦૨૦૦૨૨૪૦૦૦૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯(એ),૧૧૪ ચીલ ઝડપ
૨) જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૨૨૫૧૧૦૨/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૧૧૫(ર),૩૨૫,૧૮૯(ર),
  ૧૮૯(૪),૧૯૧(૩),૧૯૦,જી.પી.એકટ કલમ-૧૩૫(૧) ,એટ્રોસીટી એકટ કલમ-૩(૫),૩(૧-આર),૩(૨),પ  
૩) જામનગર સીટી બી ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૯૨૪૦૦૦૪/૨૦૨૪  ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪
૩) જામનગર સીટી  એ ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૫૧૫૪૦/૨૦૨૪  ઇ.પી.કો કલમ-૩૦૩(ર)૫૪
એમ.ઓઃ-
આરોપી -અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયા જે જામનગર શહેરમા મોડી રાત્રીના રખડતો ભટકતો હોય,અને કોઇ રહેણાક મકાન કે,દુકાન બહાર મોટર સાયકલ પડેલ હોય તે મો.સા.ને ચોરી કરી,આ ચોરી કરેલ મોટર સાયકલ દોરીને તેમના રહેણાક મકાન કે સહઆરોપીના રહેણાક ડેલે લઇ જઇ મોટર સાકયલ રાખી દેતા ત્યાર બાદ મોટર સાયકર ને ડાયરેકટ કરી કે, ડુપ્લીકેટ ચાવી નો ઉપયોગ કરી મોટર સાયકલ ચલાવતા હતા
આ કાર્યવાહી પો.ઇન્‍સવી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, હીરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, અરજણભાઇ કોડીયાતર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા,ભરતભાઇ ડાંગર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા,મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે

(7:54 PM IST)