News of Sunday, 21st December 2025
ઉદ્યોગકાર સાથે છેતરપીંડીના કેસમાં પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવતું મોરબી સિરામિક એસો.
એસો.ના પ્રમુખોએ જિલ્લા પોલીસ વડાનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આઈસગેટ પોર્ટલના નામે ઉદ્યોગકાર સાથે થયેલી છેતરપીંડીનો કેસ ઉકેલી પોલીસે રૂ.41 લાખ જેવી માતબર રકમની રિકવરી કરતા સિરામિક એસોસિએશને જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. એસો.ના પ્રમુખો મનોજભાઈ પટેલ અને હરેશભાઈ બોપલીયાએ જિલ્લા પોલીસ વડાનું સન્માન કરી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુનો રજીસ્ટર થયેલ હતો. જે ગુનામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઈમેઈલ આઇડી, મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઈસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ -ર૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી થયેલ હતી. જે ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબીને સોપતા પોલીસ ઇન્સપેકટર દ્વારા અલગ અલગ રાજય ખાતે તપાસ કરી રૂા.૪૧,૮૧,૬૮૦/-ની રીકવરી કરેલ હોય જે રીકવર કરેલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ “તેરા તુજકો અર્પણ” હેઠળ પરત અપાવેલ છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
