News of Sunday, 21st December 2025
મોરબી બ્રહ્માકુમાંરીઝ સંસ્થા દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન.
વિદ્યાર્થીઓને ભાગદોડ ભરી જિંદગીમાંથી સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન માટે સમજાવવામાં આવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રજાપતિ બ્રહ્માકુમાંરીઝ દ્વારા અમદાવાદ ખાતે યુનીવર્સીટી ગ્રાઉન્ડ ખાતે બિલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ઉજારતમાં વિવિધ સ્થળોએ શાંતિદાન માટેના પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત મોરબીની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યું હતું.
બ્રહ્માકુમાંરીઝ મોરબી સંસ્થા દ્વારા નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, શ્રી વિદ્યા મંદિર બગથળા, ગીબ્સન મિડલ સ્કૂલ મોરબી, વાત્સલ્ય વિધાલય મોરબી, અભિનવ સ્કૂલ મોરબી, ઓમ શાંતિ વિધાલય અને જીનીયસ ટ્યુશન કલાસીસમાં શાંતિ દાન માટેના સેસન યોજીને વિદ્યાર્થીઓને ભાગદોડ ભરી જિંદગીમાંથી સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન માટે સમજાવવામાં આવ્યા હતા.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
