<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મોરબીના બાયપાસ નજીક પાર્ટી પ્લોટના ગેટ પાસે પાર્કિંગમાંથી બે મોપેડની ચોરી

ક્રિષ્ના પાર્ટી પ્લોટના ગેટ પાસે પાર્કિંગમાં રાખેલ બે મોપેડ ચોરીની ફરિયાદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : બાયપાસ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટના ગેટ પાસે પાર્કિંગમાં રાખેલ બે મોપેડ અજાણ્યા ચોર ચોરી કરી ગયા છે પોલીસે એક લાખની કિમતના બે મોપેડ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા હર્ષ હિતેશભાઈ કવૈયા (ઉ.વ.૨૫) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૧૦ ના રોજ રાત્રીના નવેક વાગ્યાથી બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદીનું મોપેડ જીજે ૩૬ એએચ ૫૯૯૯ અને મિત્ર પંકજભાઈ રાઠોડનું મોપેડ જીજે ૩૬ એજી ૧૪૦૦ એમ બે મોટરસાયકલ કીમત રૂ ૧ લાખની ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


 

(12:05 AM IST)