<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મોરબી નજીક હાઈવે પર ટ્રેલર-બાઈક અથડાતા યુવાનનું મોત.

ત્રાજપર ચોકડી પહેલા વાંકાનેરથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઈકને ઠોકર મારી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ત્રાજપર ચોકડી પહેલા વાંકાનેરથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે પર યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રેલર ચાલકે બાઈકને ઠોકર મારતા પછાડી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને અકસ્માત બાદ નાસી ગયો હતો બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


મોરબીના ભડિયાદ ગામે રહેતા રતિલાલ માવજીભાઈ પીપરોતરે આરોપી ટ્રેલર આરજે ૪૭ જીએ ૬૯૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રોજ ફરિયાદીનો દીકરો નીલેશ (ઉ.વ.૨૯) વાળો પોતાનું બાઈક જીજે ૩૬ કયું ૨૦૪૮ લઈને ત્રાજપર ચોકડી પહેલા વાંકાનેરથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે પરથી જતો હતો ત્યારે ટ્રેલર ચાલકે બાઈક સહીત હડફેટે લેતા રોડ પર પડી ગયો હતો બાઈક ચાલક નીલેશને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ટ્રેલર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


 

(12:08 AM IST)