News of Monday, 22nd December 2025
મોરબી રેલ્વે સ્ટેશનમાં ચાલુ ટ્રેનમાં ઉતરતી વખતે પટકાતાં યુવાનનું મોત
સગાને વાંકાનેર જવું હોઇ ટ્રેનમાં બેસડાવા આવ્યો હતોઃ મુળ યુપીનો મનિષ ઉંચીમાંડલ ગામે રહેતો હતોઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૨: મોરબીના રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે પડી જતાં મુળ યુપીના અને હાલ મોરબીના ઉચીંમાંડલ ખાતે રહેતાં યુવાનનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ઉંચીમાંડલ ખાતે રહેતો મનિષભાઇ રામહજુર રાય (ઉ.વ.૨૫) ગત ૨૦મીએ રાતે અઢી વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-૧ ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરતો હતો ત્યારે પડી જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું આજે મોત થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
મૃતયુ પામનાર મનિષભાઇ મુળ યુપીનો વતની હતો અને ઉંચીમાંડલ ખાતે રહી સિરામીકના કારખાનામાં મજૂરી કરતો હતો. તેના સગાને મોરબીથી વાંકાનેર જવાનું હોઇ તે સગાને ટ્રેનમાં બેસાડવા ગયો હતો. એ દરમિયાન ટ્રેન ચાલુ થઇ જતાં પોતે ઉતરવા જતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં રાજકોટ રેલ્વે પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
