હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢના ૧૧, જેતપુર ભાવનગર, દુબઈના શખ્સ સામે સાયબર ફ્રોડના ૯.૪૩ કરોડ સગેવગે કર્યાની ફરિયાદ
પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: જુનાગઢના ૧૧, જેતપુર ભાવનગર, દુબઈના શખ્સ સામે સાયબર ફ્રોડના ૯.૪૩ કરોડ સગેવગે કર્યાની ફરિયાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય. એન. સોલંકીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, જૂનાગઢના અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઇ ઠેબા, અસ્લમ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ કુરેશી, ઇમ્તીયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમભાઇ હીંગોરજા, કાજીમ મહમદભાઇ રાજસુમરાએ પોતાના મળતીયાઓ જુનાગઢના સાહીલ ગફારભાઇ સમા, અજય ઉર્ફે કાનો મનુભા સોનાગરા, અંજુમ છોટુભાઇ ચૌહાણ, અરબાજ ઇકબાલભાઇ કુરેશી, સાંઇ ઉર્ફે મંથન થોરાટ, કરીમ અહેમદ સીડા, સાહબાજ જાફરભાઇ કુરેશી, જેતપુરનો મુસો હાસમભાઇ મુસાણી મારફતે બેંક એકાઉન્ટો મેળવ્યા હતા.
આ શખ્સોએ મેળવેલા ૫૨ એકાઉન્ટમાં સાયબર ફ્રોડ તથા ઓનલાઇન ગેમીંગના રૂપીયા જમા કરાવી જે તે એકાઉન્ટના ખાતા ધારકો દ્વારા એ.ટી.એમ. અથવા ચેકથી વિડ્રોલ કરી રૂપીયાનુ રોકડમાં રૂપાંતર કરી લીધું હતું.
બાદમાં તમામ શખ્સોએ પોતાનુ કમીશન બાદ કરી બાકીના રૂપીયા જૂનાગઢના અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઇ ઠેબા દ્વારા ભાવનગરના રાજુ ઉર્ફે રામભાઇને આંગડીયા મારફતે મોકલતા તેણે તે રૂપીયાનુ યુ.એસ.ડી.ટી.માં રૂપાંતર કરી દુબઈન ઇરફાન જાદુગરને મોકલી તમામ શખ્સોએ આર્થીક ફાયદો મેળવવા મોટુ આંતરરાષ્ટ્રીય રેકેટ રચી સાયબર ફ્રોડની રૂ. ૯,૪૩,૭૦,૩૫૫ રકમ ઉપાડી લઈ સગેવગે કર્યાની પીએસઆઇ સોલંકીની ફરિયાદ આધારે ગઈકાલે રાત્રે એ ડિવિઝન પોલીસ મથકમાં ૧૪ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ પીઆઈ વી. જે. સાવજ ચલાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
