News of Monday, 22nd December 2025
ગૂમ થયેલી હેતલને શોધી પડધરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવતાં બેભાન થઇ

રાજકોટ તા. ૨૨: પડધરીના નાની અમરેલી ગામે રાપપરાભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતી મુળ દાહોદ પંથકની યુવતિ હેતલ નાસીંગભાઇ સંગોડ (ઉ.વ.૧૯) પડધરી પોલીસ સ્ટેશનમાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસમાં નોંધ કરાવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હેતલ ઘરેથી ગુમ થઇ હોઇ તેના પિતાએ અરજી કરી હતી. આ દરમિયાન પોલીસ યુવતિને તેના જ પરિચીત સાથે હોઇ ત્યાંથી શોધી લાવી હતી અને પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લેવા બોલાવી હતી. આ વખતે તબિયત બગડતાં બેશુધ્ધ થઇ જવાથી સારવાર માટે ખસેડવી પડી હતી. (૧૪.૫)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
