News of Monday, 22nd December 2025
આજથી હવે ક્રમશઃ દિવસ મોટો અને રાત ટુંકી થતી જશે
પૃથ્વીના વાર્ષિક ભ્રમણને કારણે ૨૧ ડીસેમ્બરના રોજ રાત સોૈથી મોટી અને દિવસ સોૈથી ટુંકો હોય છે, ૨૧ જુનના રોજ દિવસ સોૈથી મોટો અને રાત ટુંકી જયારે ૨૧ સપ્ટેમ્બર દિવસ અને રાત ૧૨-૧૨ કલાકના સરખા રહે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.રરઃ ગઇકાલે ૨૧ ડીસેમ્બરનો દિવસ હતો. જેમાં વર્ષભરની સોૈથી મોટી રાત અને વર્ષભરનો સોૈથી ટુંકો દિવસ હતો. આજથી હવે ક્રમશઃ દિવસ મોટો થતો જશે અને રાત ટુંકી થતી જશે. ત્યાં સુધી કે જયારે ૨૧ જુન આવશે ત્યારે દિવસ સોૈથી મોટો અને વર્ષની સોૈથી ટુંકી રાત્રિ આ દિવસે હશે. ૨૧ સપ્ટેમ્બર એવો દિવસ છે જયારે દિવસ અને રાત ૧૨-૧૨ કલાકના સરખા હોય છે. આ બધા તફાવતો સૂર્ય ફરતે પૃથ્વીની વાર્ષિક લંબગોળ ગતિ ભ્રમણથી થાય છે. સુર્યના સીધા અને ત્રાંસા કિરણોને પગલે જે શિયાળો- ઉનાળો અનુભવાય છે. અને સૂર્યના કિરણોની અસરે જ ઉતર ધ્રુવના દેશો અલાસ્કા- ગ્રીનલેન્ડ- નોર્વે- ફિનલેન્ડ વગેરેમાં રાત્રી સમયે આકાશમાં રંગબેરંગી આકર્ષક- આશ્ચર્ય પમાડતી વલયો જોવા મળે છે. જેને નોર્ધન લાઇટસ કે પોલાર લાઇટસથી ઓળખ થતી હોય છે. સુર્ય કિરણો સીધા જ પડતા હોય છે ત્યારે પૃથ્વી સુર્યથી દૂર હોવા છતા આપણે શિયાળાને બદલે જુન-જુલાઇમાં ભારે ગરમી અનુભવીએ છીએ. અક્ષાંસ- રેખાંસ મુજબ રાજકોટનું જ લોકેશન જોઇએ તો ત્રીજી જુન અને દસ જુલાઇએ દિવસે મધ્યાહને સુર્યના સીધા કિરણો પડતા હોય. આ દિવસોમાં બપોરના સમયે કોઇ વસ્તુનો પડછાયો નહી જોવા મળે. આ બે દિવસોને ઝીરો શેડોથી ઓળખ અપાયેલી છે.
પૃથ્વીનો ઉતર ધ્રુવનો વિસ્તાર ઠંડો છે. પણ દ.ધ્રુવનો વિસ્તાર અર્થાત એન્ટાર્કટીકા, ઉત્તર ધ્રુવથી કયાંય વધુ ડંકો છે. અહીં બરફના તિવ્ર તોફાનો સતત વહેતા રહે છે. ગુજરાતમાં સોમનાથ મંદિરથી સીધી રેખા નીચે તરફ દોરીએ તો અરબી સમુદ્ર-હિન્દ મહાસાગર બાદ સીધુ જ એન્ટાકેટીકા છે વચ્ચે કોઇ પણ દેશ આવતો નથી. ઉત્તર ધ્રુવમાં માનવ વસ્તી છે. છ મહિના દિવસ - રાત હોવા છતાં દક્ષિણ ધ્રુવ માં કોઇ દેશન નથી કે કોઇ માનવ વસાહત નથી. રાત્રી અને છ મહિનાનો દિવસ હોય છે. રાત્રી - ગ્રીનલેન્ડ વગેરેમાં છ મહિનાની ક્ષિતીજે દેખાય છે અને અસ્ત થઇ જાય છે. આને મિડ નાઇટ સન અર્થાત રાત્રે ઉગશો સૂર્ય પણ કહે છે. નોર્વેથી ૮૦૦ કિ. મી. ના સમુદ્રી અંતરે આવેલ ટાપુ દેશ સ્વાલેબાર્ડ ખૂબ ઠંડો દેશ છે. આ નોર્થે ને આધિન દેશ છે. સવાલબાર્ડની વિશેષતા એ છે કે, અહીં બારે માસ બરફ આચ્છાદિત ઠંડી રહેતી હોઇ, ઠંડી ને કારણે કોઇ વસ્તુ સડતી નથી. એથી જ અહીં એક સ્ટ્રકચર-બિલ્ડીંગ જમીન અંદર બનાવાયુ છે જેમાં વિશ્વભરના વિવિધ જાવો ના અનાજ-વનસ્પતિઓના બીજને વ્યવસ્થિત સંગ્રહ કરાયેલા છે. જેથી પૃથ્વી પર કોઇ પરમાણુ તબાહી થાય તો આ સચવાયેલા બીજ ને ફરી ઉગાડી શકાય.
વિશ્વનો સૌથી ઠંડો શિયાળો કયા દેશના કયા શહેરમાં હોય છે ? એ જાણીએ ને રશિયાના સાઇબેરીયાના થીકત્સુક શહેર પ્રથ ક્રમે આવે છે. અહીં શિયાળે માઇનસ ૬૦ થી ૭૦ ડીગ્રી સે. ઠંડી પડે છે. જો ગરમા ગરમ પાણીનો પ્યાલો લઇ તે પાણી હવામાં ઉઢાડીએ તો એ પણ જીન પર પડવા પહેલા જ બસમાં રૂપાંતરીયત થઇ જાય છે. અહીં ફોર વ્હીલ વાહનો પાર્કિંગ કર્યા બાદ ઓછા એકસીલેટર ચાલુ જ શકાય છે. જો એન્જીન બંધ કરાય તો ત્યાંથી અતિ ઠંડી ફરી તે ઓન નથી થઇ શકતાં. યુ-ટયુબમાં YAKUTSK-SIBERIA સર્ચ કરવાથી આટલી ઠંડીની જીવન શૈલી અને કેટલીક બાબતોના અસંખ્ય વિડીયો આヘર્ય પમાડે છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
