News of Monday, 22nd December 2025
વેરાવળ બંદરે ૧૦ હજારથી વધુ દારૂની બોટલ સાથે બોટ ઝડપાઇ
ગાંધીનગર એસએમસી ટીમનો દરોડો : ૧૯ નવેમ્બરે ૮૫ લાખનો દારૂ ઝડપાયા બાદ થોડા સમયમાં ફરી મોટો જથ્થો હાથ લાગ્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: વેરાવળ બંદરે નામચીન જગ્યાએ અનેક ગેરકાયદેસર પ્રવળતિ થતી હોય ત્યાં ગાંધીનગર એસ.એમ.સી એ વ્હેલીસવારે વિદેશીદારૂ ની બોટ ઝડપેલ હતી તેમાં ૧૦,૦૦૦ થી વધુ વિદેશીદારૂ ની બોટલ હોય તેવું આધારભુત સત્રોએ જણાવેલ હતું આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા નામચીન બુટલેગરો ,અસામાજીક પ્રવળતિ સાથે સંકળાયેલા ની સામેલગીરી હોવાનું છડેચોક ચર્ચાય રહેલ છે ૧૯ નવેમ્બરે હુડકો સોસાયટી ૮૫ લાખ વિદેશીદારૂ નો જથ્થો મુદામાલ સાથે ઝડપાયો હતો સ્થાનીક પોલીસ ફીફા ખાંડતી હોય તેમ ફકત ઓછા સ્ટાફે ખબજ ભયાનક અને ત્યાં જવું પણ જીવના જોખમે છે ત્યાં જઈને આખી બોટ ઝડપેલ હતી.
આઈ.જી,એસ.પી સહીત પ્રમાણીક પોલીસ અધિકારીઓની પ્રતિષ્ઠા બગાડવા માટે જવાબદાર કોણ છે તેની તપાસ કરી કડક પગલા લેવા જોઈએ.
વેરાવળ બંદર ની અંદર આવેલ નળીયાગોદી કાંઠે વ્હેલીસવારે ૪ થી ૫ ની વચ્ચે ગાંધીનગર એસ.એમ.ટી સ્ટાફે જીવ ના જોખમે સાવ નજીવા સ્ટાફે જઈ ફકત ૧૫ મીનીટ માં વિદેશીદારૂ ભરેલીબોટ ઝડપેલ હતી ત્યારે સ્થાનીક પોલીસ સહીત જીલ્લાની તમામ બ્રાંન્ચો અજાણી હતી ગાંધીનગર સુધી જાણ થતા સ્થાનીક પોલીસ પણ દોડી ગયેલ હતી.
જાણવા મળતી વિગત મુજબ આ વિસ્તારમાં ખુબજ મોટું વર્ચસ્વ ધરાવતા નામચીન બુટલેગરો જે અનેક અસામાજીક પ્રવળતિ માં પણ સંડોવાયેલ છે તેમને નવાસારી વિસ્તારાની બોટ માંથી વિદેશીદારૂ મંગાવેલ હોય ત્યારે ગાંધીનગર એસ.એમ.સી ની ટીમે ખાનગી વાહન માં ફકત જુજ સ્ટાફ સાથે સીધોજ દરોડો પાડી બોટ માં રહેલ આશરે ૧૦,૦૦૦ વધુ બોટલો ઝડપેલ હોય તેવું જાણવા મળેલ છે બોટ માંથી વિદેશીદારૂ ઉતારીને વેરાવળ પોલીસ સ્ટેશને ટ્રકમાં લઈ જવાની કામગીરી કરાયેલ હતી સવારે ૧૦ વાગ્યા સુધી કોઈ જથ્થાની મળેલ નથી.
અંદાજીત ૪૫ દિવસ પહેલા હુડકો સોસાયટી માં ૮૫ લાખ વિદેશીદારૂ સહીત મુદામાલ ઝડપાયો હતો તેના આરોપી હજુ સુધી અનેક ઝડપાયા નથી તે પહેલાજ ઝડપાયેલ આરોપીઓ જામીન મુકત થયેલ છે આ દરોડો પડતા જીલ્લા પોલીસ બેડા માં ભારે હાહાકાર મચેલ છે.
છેલ્લા ધણા સમય થી આઈ.જી, એસ.પી સહિત પ્રમાણીક ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રતિષ્ઠા બગાડવા માટે કોણ જવાબદાર છે કારણકે વિદેશીદારૂ કે અન્ય નશીલા પદાર્થ કે અસામાજીક પ્રવળતિ અટકાવવા માટે સ્થાનીક પોલીસ અધિકારીઓ કે બ્રાંન્ચોના કર્મચારીઓ જવાબદાર હોય છેતેને આટલી મોટી અસામાજીક પ્રવળતિઓ ચાલતી હોય તે કેમ ન અટકાવી જેથી આવા બે જવાબદાર અધિકારીઓ કર્મચારી ઓ સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લાગણી જન્મી છે.
દરીયા સાથે સંકળાયેલાએ જણાવેલ હતું કે સવારે ૪ વાગ્યે આ બોટ ઝડપાતા કાંઠે થી ત્રણ થી ચાર કીલોમીટર દુર બીજી બોટ આવી રહેલ હતી તેને બુટલેગરો સાથે સ્થાનીક સંકલન કરનારે આવતી અટકાવેલ હતી અને દરીયામાંથી તે ભાગી ગયેલ હતી ? જે જગ્યાએ બોટ પકડાય છે ત્યાં અનેક પ્રવળતિઓ બેરોકટોક પણે થાય છે સરકાર માં અનેક વખતરજુઆત કરેલ છે રાજય ની કે બહાર ના રાજય ની બોટો બેરોકટોક પણે આવે છે હાલ માં પણ બિનવારસી અનેક બોટો આ વિસ્તારમાં છે તેમાં રજીસ્ટેશન સ્થાનીક થયેલ છે સોમનાથ જેવું મંદિર હોય તેની બાજુમાં આવી પ્રવળતિઓ થતી હોય ભુતકાળ માં ડ્રગ્સ ખુબજ મોટા પાયે પકડાયેલ હતું બેરોકટોક પણે આવતી બોટો માં કયારેક રાષ્ટ્ર વિરોધી કાવતરૂ થઈ શકે છે જેથી આવી પ્રવળતિ અટકાવવી જોઈએ.
ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ તેમજ પુર્વ ધારાસભ્ય પુજાભાઈ વંશે જણાવેલ હતું કે ગીર સોમનાથ જીલ્લાના દરીયાકાંઠે બેરોકટોક પણે છ તાલુકામાં વિદેશીદારૂ દરરોજ ની હજારો બોટલ વેચાય બેરોકટોક પણે છ તાલુકામાં વિદેશીદારૂ દરરોજ ની હજારો બોટલ વેચાય છે દેશીદારૂ કોથળીઓ લાખોની સંખ્યામાં પીવાય છે તાજેતરમાં પ્રતિક ઉપવાસ કરેલ હતા તેમજ મુખ્યમંત્રીને પણ આ રજુઆત કરેલ હતી રાજકીય પક્ષો સાથે સંકળાયેલા સતા ઉપર બેઠેલા અનેક ની આમા સંડોવણી છે આ વિસ્તારમાં પાંચ હજાર થી વધારે બુટલેગરો સકીય છે કરોડો રૂપીયાનો દારૂ ખુલ્લેઆમ દરરોજ વેચાય રહેલ છે જેથી જીલ્લા આખામાં શ્રમીક,ગરીબ પરીવારો પાયમાલ થઈ રહયા છે ધનીકોના ઘરમા ઘરે ઘરે વિદેશીદારૂ સિવાય ચાલતું નથી જેથી માથાભારે બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ પ્રવળતિ કરી રહયા છે જેની સામે કડક થાવું જરૂરી છે.(
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
