<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ગિરનાર ઉપર ૬.૬ ડીગ્રીઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ

રાજકોટ  તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં, વધઘટ યથાવત છે. આજે ગીરનાર ઉપર ૬.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જયારે અમરેલીમાં  ૧૩, નલીયા, ૧પ.ર, રાજકોટ ૧૪.પ, જામનગરમાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  જૂનાગઢમાં આજે સવારે તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું. જે સાથે ગિરનાર પર લઘુતમ તાપમાન ઘટીને ૬.૬ ડીગ્રી નોંધાયું હતું.

ગઈકાલે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન વધીને ૯.૫ ડિગ્રીએ પહોંચી ગયા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૬.૬ ડિગ્રીએ સ્‍થિર થતા સમગ્ર પર્વત વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળતાં હિમાલય જેવું વાતાવરણ થઈ ગયું હતું.

ગિરનારની સાથે સાથે જુનાગઢ શહેરમાં પણ લઘુતમ તાપમાન ઘટીને બારકોડ ૬ ડીગ્રી નોંધાતા સમગ્ર જુનાગઢ અને સોરઠ વિસ્‍તારમાં ઠંડીનું પ્રમાણ વધ્‍યું હતું.

સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને ૮૪્રુ થઈ જતા ઠંડીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૯ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રાણ ૭૬ ટકા, પવનની ગતિ ૩.ર કિ. મી. રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર                લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત      ૬.૬ ડીગ્રી

અમદાવાદ  ૧૭.ર ડીગ્રી

અમરેલી     ૧૩.૦ ડીગ્રી

બરોડા               ૧૪.ર ડીગ્રી

ભાવનગર   ૧૬.૦ ડીગ્રી

ભુજ         ૧૭.ર ડીગ્રી

દમણ               ૧૭.૦ ડીગ્રી

ડીસા                ૧૪.૯ ડીગ્રી

દીવ         ૧૩.ર ડીગ્રી

દ્વારકા               ૧૯.૭ ડીગ્રી

ગાંધીનગર  ૧૬.પ ડીગ્રી

જામનગર   ૧પ.૦ ડીગ્રી

કંડલા               ૧૭.૬ ડીગ્રી

નલિયા              ૧પ.ર ડીગ્રી

ઓખા               રર.૦ ડીગ્રી

પોરબંદર    ૧પ.ર ડીગ્રી

રાજકોટ     ૧૪.પ ડીગ્રી

સુરત                ૧૯.૪ ડીગ્રી

વેરાવળ        ૧૬.૯ ડીગ્રી

(12:26 PM IST)