તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 22nd December 2025
રાજુલાના રામપરા-૨ ગામે પરીણીતા સાથે પ્રેમ હોવાથી મળવા જતા યુવાન ઉપર હુમલો
ત્રણ શખ્સોએ પાઈપ વડે મારમારી હાથે પગે ફેકચર કરી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૨: રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે પોર્ટ હાઈવે રોડ ઉપર હિંડોરણા ગામના ગોપાલભાઈ શંભુભાઈ થાપાને રામપરા-૨ ગામના ભુટો ઉર્ફે ભુપત ધુડાભાઈની પત્નિ સાથે પ્રેમસબંધ હોવાથી તા.૧૯-૧૨ ના રાત્રિના મળવા જતા આરોપીઓ જાગી જતા લાલો પાચાભાઈએ ગોપાલને પકડી રાખી ભુટો ઉર્ફે ભુપત ધુડાભાઈએ પાઈપ વડે ડાબા પગે અને જમણા હાથે મારમારી ફેકચર કરી સંજય પાચાભાઈએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાઈક સાથે બાઈક અથડાતા વળધ્ધને ઈજા
અમરેલી રંગીલા પાન પાસે અશરફઅલી અકબરઅલી સૈયદ ઉ,વ.૬૫ પોતાના ઘરેથી સોમનાથ મંદિરથી અરબવાડા મસ્જીદ તરફ જતા હોય. તે દરમ્યાન રંગીલા પાન પાસે પહોંચતા બાઈક જી.જે. ૨૩સી.૬૮૮૦ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈકના પાછળના ભાગે ભટકાવી અશરફઅલીને જમણા પગે ફેકચર કરી માથામાં અને ગોઠણના ભાગે તથા શરીરે નાની મોટી ઈજા કરી ગુનો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રાકુડા ગામના શખ્સે ફોન કરી ધમકી આપ્યાની ફરિયાદ
ખાંભા તાલુકાના લાસા ગામે રહેતા રસીકભાઈ ભીખાભાઈ ચોવટીયા ઉ.વ.૩૯ ના ગામના દલિત સમાજના લોકો દ્વારા લાસા ગામની સરકારી જમીનમાં ખેતીકામ કરતા હોય. જેની રજુઆત ગામના લોકોએ સરપંચના પુત્ર તરીકે રસીકભાઈ કરતા તેમણે મામલતદાર ખાંભા અને પ્રાંત અધિકારી ધારીને જાણ કરતા તેઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ હોય. તે વાતનું મનદુઃખ રાખી ત્રાકુડા ગામના કનુ મંગાભાઈ પરમારે રસીકભાઈને ફોન કરી ગાળો બોલી જેલમાં જવાની ધમકી આપી ગુનો કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પરીણીતાએ ઝેરી દવા પીધી
બગસરામાં રમેશભાઈ ભગવાનભાઈ બોરડની વાડીમાં કામ કરતા શ્રમિક પરીવારના પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થતા પરણીતાને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ભાગવી રાખેલ વાડીએ ખડમાં છાંટવાની ઝે દવા પી જતા બેભાન હાલતમાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાનું પતિ નરેશભાઈ પુંજાભાઈ મકવાણાએ જાહેર કરેલ છે.
સગીરાએ ઝેરી દવા પી જતા સારવાર
લાઠી તાલુકાના અકાળા ગામે જગદીશભાઈ ધીરૂભાઈ રાખોલીયાની વાડીએ ભાગીયું રાખેલ વાડીએ સગીરા કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયાનું ડુંગરબ વસ્તાભાઈ વસુનીયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
લાઠીના કાંચરડીમાં યુવતિ ગુમ
લાઠી તાલુકાના કાંચરડી ગામે રહેતી યુવતિ તા.૧૯-૧૨ ના સવારે ૧૦ વાગ્યાથી ૧૧:૩૦ દરમ્યાન પોતાના ઘરેથી કોઈને કહયા વગર ગુમ થયાનું યુવતિના પિતાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
અમરેલી જીલ્લામાં ચાર સ્થળે દેશી દારૂના દરોડાઓ
અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા ચાર સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી એક મહિલા સહિત ત્રણ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં ખાંભા, દામનગર અને રાજુલા પોલીસ દ્વારા કાર્યવાહી ઘરી હતી. તેમજ જીલ્લામાં પોલીસે જુદા જુદા સ્થળોએથી અઢાર શખ્સોને નશો કરી રાજાપાઠમાં નીકળતા ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં ડુંગર, ચલાલા, ખાંભા, રાજુલા, ધારી, સાવર ટાઉન, લીલીયા, અમરેલીસીટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
