<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જામનગરમાં આપતિજનક વિડીયો-ફોટા બનાવીને વાયરલ કરનાર વિશાલ કણસાગરા સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવતા બિલ્‍ડર જમન ફળદુ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં જમનભાઈ શામજીભાઈ જીવાભાઈ ફળદુ, ઉ.વ.૬ર, રે. ભભઆર્યન બંગલોઝભભ ઓશવાળ કોલોની જૈન દેરાસરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૧૧-ર૦રપના આરોપી ફેસબુક આઈ.ડી. વિશાલ કનસાગરા તથા ઈન્‍સ્‍ટાગ્રામ આઈ.ડી. વી.કનસાગરા-૭૭ નામની આઈ.ડી.નો ધાર/વપરાશ કરતા અજાણ્‍યા ધારકે ફરીયાદી જમનભાઈ તથા સાહેદ જશ્‍મીભાઈને સોશીયલ મીડીયાના માઘ્‍યથી બદનામ કરવાના ઈરાદે તેમજ બદનક્ષી થાય અથવા કોઈને કોઈ પ્રકારે ફરીયાદી જમનભાઈ તથા સાહેદ જશ્‍મીનભાઈ પાસેથી નાણા પાડવાના ઈરાદે તથા પોતાની સસ્‍તી પ્રસીઘ્‍ધી મેળવવાના ઈરાદે ફરીયાદી જમનભાઈ તથા સાહેદ જશ્‍મીનભાઈના ફોટા તેઓની મંજુરી વગર કોઈપણ રીતે મેળવી તેઓની ઓળખની ચોરી કરી ફરીયાદી જમનભાઈ તથા સાહેદ જશ્‍મીનભાઈના ફોટોગ્રાફસમાં આર્ટીફીશીયલ ઈન્‍ટેલીઝન્‍સથી એડીટીંગ કરી ફોટોગ્રાફસ વિકૃત આર્ટીફીશીયલ ઈન્‍ટેલીઝન્‍સથી એડીટીંગ કરી ફોટોગ્રાફસ વિકૃત કરી તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું જાણવા છતા ખોટો ઈલેકટ્રોનીક રેકર્ડ બનાવી તથા અલગ અલગ વિડિયો બનાવી ફોટાઓ તથા વિડિયોમાં ફરીયાદી જમનભાઈ તથા સાહેદ જશ્‍મીનભાઈ ને બદનામ કરતા લખાણ લખી/બોલી સુલેહભંગ થાય તે માટે ઉશ્‍કેરવા સારૂ ઉશ્‍કેરણી જનક લખાણ લખી ફોટોગ્રાફસ તથા વિડિયો પોતાની આઈ.ડી.માં અપલોડ કરી વાયરલ કરી ગુનો કરેલ છે.

  કોપર વાયરની ચોરી થયાની રાવ

જામનગર : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં વિરભદ્રસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા, ઉ.વ.૪૬, રે. કૈલાશનગર રાજકોટ રોડ, કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧ર-ર૦રપના ટોડા ગામ ખાતે ફરીયાદી વિરભદ્રસિંહ ના સ્‍ટોન ક્રશરમા માંથી કોપર વાયર ૩૭૧ મીટર જેની કુલ કિંમત રૂ.૮૯૩૬૭/- ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે તથા સ્‍ટોન ક્રેશરમાં લગાવેલ એક સી.સી.ટીવી કેમરાને તોડી નાખી જેની કિંમત રૂ.૪૦૦૦/- નું નુકશાન કરી અજાણ્‍યા ચોર ઈસમ નાશી જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

જામનગર :અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧ર-ર૦રપના સુભાષ શાકમાર્કેટ, વેરશીવાળના ઢાળીયા પાસે આરોપીઓ સંજયભાઈ જયસુખભાઈ વારા, બીરજુભાઈ રાજુભાઈ ડાભી એ ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર૯૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧ર-ર૦રપના દિગ્‍વીજય પ્‍લોટ-૪૮, સંતોષ સ્‍વીટ ફરસાણની દુકાન પાસે આરોપીઓ મહેન્‍દ્રભાઈ દામજીભાઈ મંગે, કરણભાઈ મનસુખભાઈ મકવાણા એ ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

તારમામદ સોસાયટીમાં જુગાર રમતા બે ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૧ર-ર૦રપના તારમામદ સોસાયટી શેરી નં.૩ માં આરોપીઓ હૈરીભાઈ દોરેરાજ, મોહનભાઈ ગોવિંદભાઈ વાજરકા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બાલનાથ સોસાયટીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-૧ર-ર૦રપના બાલનાથ સોસાયટી, મહાદેવના મંદિર પાસે સ્‍ટ્રીટ લાઈટ નીચે આરોપીઓ અબ્‍દુલકાદર ફફરુદીન કપાસી, તાહેરભાઈ અલીહુશેનભાઈ મોદી, મુર્તુજાભાઈ તહેરઅલી બકરી, એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,રપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:26 PM IST)