<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં ધોડી પાસાનો જુગાર રમતા ૨૧ આરોપીઓને રૂ. ૨૯,૪૪,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ : જુઓ વિડીયો

કબ્જામાંથી રોકડા રૂ.૨,૬૪,૩૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૮ કિ.રૂ.૧,૫૫,૦૦૦/- તથા પાંચ વાહનો કિ.રૂ.૨૫,૨૫,૦૦૦/- સાથે આરોપીઓને પકડી પાડીને આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. આર.એચ.બાટવા એ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૨ : રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લા માંથી દારૂ/ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જામનગર ગ્રામ્ય વિભાગના આર.બી.દેવધા સાહેબ તથા ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ. એચ.વી. રાઠોડ નાઓના માર્ગદશન તથા સુચના આપેલ હોય

દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ.કલ્પેશભાઇ ડી. કામરીયા તથા રાજેશભાઇ કે, મકવાણા તથા હરદેવસિંહ જે.જાડેજા નાઓને સંયુકત મળેલ ખાનગી હકિકત આધારે લતીપર ગામની મઘરાવાડી વિસ્તારમાં આવેલ કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઇ કોટડીયા રહે. લતીપર તા.ધ્રોલ વાળાની કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં બહારથી માણસો ભેગા કરી, આ કામના નાશીજનાર આરોપી રાજેશભાઈ દેવદાનભાઇ કેશુર તથા વિપુલ ઉર્ફે ભુરી મગનભાઇ કેશુર રહે.લતીપર ગામ તા.ધ્રોલ નાઓ જુગારના સાધનો પુરા પાડી બન્નેના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી પૈસા તથા ઘોડી પાસા વતી ઘોડી પાસાનો નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા નીચે જણાવેલ નામવાળા ઇસમો પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવતા, તેના કબ્જામાંથી રોકડા રૂ.૨,૬૪,૩૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૮ કિ.રૂ.૧,૫૫,૦૦૦/- તથા પાંચ વાહનો કિ.રૂ.૨૫,૨૫,૦૦૦/- સાથે એમ કુલ મળી રૂ.૨૯,૪૪,૩૦૦/- ના મુદામાલ કબ્જે કરી, મજકુર આરોપીઓને પકડી પાડી, મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. આર.એચ.બાટવા એ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઃ-(૧) કુલદિપસિંહ ઉર્ફે લકીરાજસિંહ કિશોરસિંહ ઝાલા ઉ.વ.૩૩ ધંધો.પ્રા.નોકરી રહે.જડેશ્વર સોસાયટી ધ્રાંગધ્રા તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૨) મનસુખભાઈ રણછોડભાઈ પરમાર ઉ.વ.૪૦ ધંધો.વેપાર રહે.આંબેડકર નગર-૧, સુરેન્દ્રનગર જી.સુરેન્દ્રનગર (૩) વિશાલભાઇ પ્રવિણભાઇ રાબા(ગઢવી) ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. કુતારપરા ચબુતરા વાળી શેરી ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર (૪) રહીમ ઉર્ફે બાબો સલીમભાઇ મોવર ઉ.વ.૨૭ ધંધો. મજુરી રહે.ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ શેરી નં.૦૪, સુરેન્દ્રનગર જી. સુરેન્દ્રનગર (૫) આદીલભાઇ અબ્દુલભાઇ શેખ ઉ.વ.૨૭ ધંધો. ડ્રાઇવીંગ રહે,વાવડી રોડ ક્રીષ્નાપાર્ક-૦૨ મોરબી, તા.જી.મોરબી (૬) પ્રકાશભાઈ નરભેરામભાઈ ભુત ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે.અવની ચોકડી સંકલ એપાર્ટમેન્ટ મોરબી જી.મોરબી (૭) સુલેમાનભાઈ યુનુસભાઈ મોવર ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે પોસ્ટ ઓફીસ પાછળ, સુરેન્દ્રનગર તા.જી.સુરેન્દ્રનગર (૮) જીગ્નેશભાઇ દિલીપભાઇ સિંધવ ઉ.વ.૨૯ ધંધો.ખેતી રહે.આબેદકર નગર ધ્રાંગધ્રા તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રન (૯) દિગ્વીજયસિંહ ઉર્ફે દિગભા દિલીપસિંહ પરમાર ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.ઘાટ દરવાજાની અંદર, ધ્રાંગધ્રા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૧૦) ચેતન ગંગારામભાઈ તન્ના ઉ.વ.૪૩ ધંધો.વેપાર રહે.પટેલ પાર્ક શેરી નં.૧૦ તથા સિધિવિનાયક શેરી નં.૦૧, જામનગર તા.જી.જામનગર (૧૧) માનાભાઇ ઉર્ફે મુન્નો ભાલુભાઇ મેવાડા ઉ.વ.૩૬ ધંધો.માલધારી રહે. સોલડી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૧૨) મેહુલભાઇ ત્રીભુવનભાઈ રાઠોડ ઉ.વ.૨૯ ધંધો.પ્રા.નોકરી રહે.જુની ખરાવાડ રોડ, ધ્રાંગધ્રા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૧૩) દાઉદભાઈ હુશેનભાઈ મોવર ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે,જીન પ્લોટ ૯/૨૮ ક્લબ રોડ, ધ્રાંગધ્રા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૧૪) નંદલાલ ઉર્ફે નંદો લખમણભાઇ રૈયાણી ઉ.વ.૪૦ ધંધો.વેપાર રહે શનાળા રોડ હાઉસીંગની સામે ચાર્ડ પાસે, મોરબી તથા મુળ સજનપર ગામ તા.જી.મોરબી (૧૫) સુનીલભાઈ જ્ઞાનચંદ લાલવાણી ઉ.વ.૪૯ ધંધો.વેપાર રહે.દિગ્વીજય પ્લોટ નં.૫૮, હીંગળાજ યોક, આશાપુરા સોસાયટી, આશાદીપ એપાર્ટમેન્ટ, જામનગર તા.જી.જામનગર (૧૬) જગદીશભાઈ દેવજીભાઇ સોલંકી ઉ.વ.૪૯ ધંધો, મજુરી રહે ખેતીવાડીની સામે એરપોર્ટ રોડ, જામનગર તા.જી.જામનગર (૧૭) શાહરુખભાઇ બસીરખાન પઠાણ ઉ.વ.૨૭ધંધો.પ્રા.નોકરી રહે.લાલપાર્ક સીરામિક સીટી ફલેટ નં.૩૦૨, મોરબી તા.જી.મોરબી મુળ-રહે.હિંમતનગર પાલનપુર પાટીયા તા.જી.બનાસકાંઠા (૧૮) નરોતમભાઇ હરજીભાઇ મકવાણા ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે શીવપુર ગામ, તા.જી.રાજકોટ (૧૯) કેતન મગનભાઇ ચૌહાણ ઉ.વ.૩૬ ધંધો કન્ટ્રક્શન રહે.આંબેડકર નગર ધ્રાંગધ્રા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૨૦) કિશનભાઇ દિલીપભાઇ કાનાબાર ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.રણછોડ નગર જલારામ પાર્ક સેન્ટ મેરી સ્કુલની બાજુમા, મોરબી તા.જી.મોરબી (૨૧) હેતલબેન વા/ઓફ દિપકભાઇ રાઠોડ ઉ.વ.૩૯ ધંધો. મજુરી રહે. કનૈયા ચોક જીવનનગર ૦૩, રાજકોટ જી.રાજકોટ

પકડવાના બાકી આરોપી ૨૨) રાજેશભાઇ દેવદાનભાઈ કેશુર (ધ્રોલ પો.સ્ટે. જાણીતા જુગારી) (૨૩) વિપુલ ઉર્ફે ભુરી મગનભાઇ કેશુર (૨૪) કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઈ કોટડીયા રહે. બધ્ધા લતીપર ગામ તા.ધ્રોલ

આ કાર્યવાહી ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી એચ.વી. રાઠોડ તથા પો.સબ ઇન્સ આર.એચ.બાટવા તથા પો.હેડ કોન્સ. કે.ડી.કામરીયા તથા આર.કે.મકવાણા તથા એચ.જે.જાડેજા તથા જે.કે.દલસાણીયા તથા એ.બી.શીયાર તથા પો.કોન્સ રધુવિરસિંહ સી જાડેજા તથા સંજયભાઈ કે.સોલંકી તથા નાગજીભાઈ પી ગમારા તથા સંજયભાઇ એમ. મકવાણા તથા મનિષભાઇ વાડોલીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(2:17 PM IST)