<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ભારતીય યુવા શકિત સંઘ જિલ્લા અધ્‍યક્ષ તરીકે દીપક બરછાની નિમણૂક

રાજકોટ તા. રરઃ ભારતીય યુવા શકિત સંઘના દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્‍યક્ષ તરીકે દીપક બરછાની વરણી કરાઇ છે. દીપકભાઇ બરછા લાંબા સમયથી સામાજિક ક્ષેત્રે સક્રિય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ આરએસએસ (RSS) માં કાર્યરત રહ્યા છે. વધુમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં હતા. તેમજ, તેઓ બજરંગ દળ અને વિશ્‍વ હિન્‍દુ પરિષદ (VHP) માં પણ સેવા આપી ચૂકયા છે. ઉપરાંત તેઓ સ્‍વદેશી જાગરણ મંચ સાથે પણ જોડાયેલા હતા. તેઓ ક્રાંતિ યુવા મંચના સંયોજક પણ છે. મીડિયા ક્ષેત્રે પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. તેઓ ‘ગુજરાત શ્રી ન્‍યૂઝ'ના તંત્રી છે. સાથે જ તેઓ પત્રકાર સુરક્ષા સમિતિના મીડિયા સેલ પ્રમુખ પણ છે. વિશેષ વાત એ છે કે દીપકભાઇ ર૦ર૪ના આઇકોન એવોર્ડ વિજેતા છે. ભારતીય યુવા શકિત સંઘે તેમને પસંદ કરી મહત્‍વની જવાબદારી સોંપતા ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:53 PM IST)