News of Monday, 22nd December 2025
“તેરા તુજકો અર્પણ : ૧૮ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રૂપિયા તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૧,૩૯,૪૦૦/- નો મુદ્દામાલ મૂળ માલીકને પરત અપાવતી તથા ગુમ થયેલ બાળકને પરીવાર સાથે મીલન કરાવતી જૂનાગઢ નેત્રમ શાખા
જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની આગેવાનીમા જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પ્રતિક મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨ : જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે.એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંત જ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.
જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પ્રતિક મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૧૮ અરજદારોના અલગ-અલગ વિસ્તરોમાં ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૧,૩૯,૪૦૦/- નો મુદામાલ તથા ગુમ થયેલ બાળકને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
(૧) અરજદાર અંજુમ અહેમદ કસીરીનું ૯ વર્ષીય પુત્ર ગુમ થતા નેત્રમ શાખાએ તાત્કાલીક શોધી પરીવાર સાથે મીલન કરાવેલ.અરજદાર અંજુમ અહેમદ કસીરી જૂનાગઢના વતની હોય. અંજુમભાઇનો ૯ વર્ષીય પુત્ર ઘરેથી કોઇને કહ્યા વિના નિકળી ગયેલ હોય અરજદારે આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ તેમનો પુત્ર મળી આવેલ નહી તેમજ તેમનો પુત્ર માનસીક રીતે અસ્વસ્થ હોય જેથી અરજદાર અને તેમનો પરીવાર ખૂબ ગભરાઇ ગયેલ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અંજુમભાઇનો ૯ વર્ષીય પુત્ર પોતાના ઘરેથી લીમડા ચોક તરફ જતા જોવા મળેલ.નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ લીમડા ચોક વિસ્તારમાં તપાસ કરતા અંજુમભાઇનો ૦૯ વર્ષીય પુત્ર સહિ સલામત મળી આવેલ. આમ અંજુમ કસીરી દ્વારા તેમના ૯ વર્ષીય પુત્રને શોધી આપવા બદલ ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરવામાં આવેલ.
(૨) ઝાંઝરડા રોડ ખાતે રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન પડેલ ધ્યાને આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી સામેથી બોલાવી પરત અપાવેલ.જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો Samsung કંપનીનો મોબાઇલ ફોન સંજયભાઇ બાલુભાઇ વિઠલાણી નામના અજાણ્યા વ્યક્તિને મળી આવતા તે મોબાઇલ ફોન નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ.વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા એક અજાણ્યો વ્યક્તિ ઝાંઝરડા રોડથી પસાર થાય તે દરમ્યાન તેમનો મોબાઇલ ફોન ખીસ્સામાંથી પડી ગયેલ હોય નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સમગ્ર રૂટ ચેક કરી તેમનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે અજાણ્યા વ્યક્તિનું નામ જતીનભાઇ મારડીયા હોય. આમ જતીનભાઇ મારડીયા દ્વારા તેમનો રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો Samsung કંપનીનો મોબાઇલ ફોન સામેથી બોલાવી પરત આપવા બદલ ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણીને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરવામાં આવેલ.
(૩) જયશ્રી ટોકીસ રોડ ખાતે રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન પડેલ ધ્યાને આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી સામેથી બોલાવી પરત અપાવેલ.જૂનાગઢ શહેરના જયશ્રી ટોકીસ રોડ ખાતે રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો INTEX કંપનીનો મોબાઇલ ફોન સફાઇ કામદાર ગૌરીબેન જેઠવા નામના અજાણી વ્યક્તિને મળી આવતા તે મોબાઇલ ફોન નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ. *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા એક અજાણ્યો વ્યક્તિ જયશ્રી ટોકીસ રોડથી પસાર થાય તે દરમ્યાન તેમનો મોબાઇલ ફોન ખીસ્સામાંથી પડી ગયેલ હોય નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સમગ્ર રૂટ ચેક કરી તેમનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે અજાણ્યા વ્યક્તિનું નામ ચેતમાનભાઇ હોય.આમ ચેતમાનભાઇ દ્વારા તેમનો રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો INTEX કંપનીનો મોબાઇલ ફોન સામેથી બોલાવી પરત આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ.
(૪) અરજદાર વિરમભાઇ સામતભાઇ સિંગરખીયાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Realme કંપનીનો મોબાઇલ ફોન શોધી પરત અપાવેલ.અરજદાર વિરમભાઇ સામતભાઇ સીંગરખીયા જૂનાગઢના વતની હોય. વિરમભાઇ ભવનાથથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઈલ ફોન ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા વિરમભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી વિરમભાઇનો મોબાઇલ ફોન જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-11-UU-0460 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી વિરમભાઇ સીંગરખીયાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઇલ ફોન તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૫) અરજદાર દેવેનભાઇ ગોહેલના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના Skechers કંપનીના ખોવાયેલ Shoes શોધી પરત અપાવેલ.અરજદાર દેવેનભાઇ ગોહેલ જૂનાગઢના વતની હોય. દેવેનભાઇના પીતા જવાહર રોડ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયેલ હોય તે દરમ્યાન તેમના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના Skechers કંપનીના Shoes ખોવાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા દેવેનભાઇના પીતાશ્રીએ જે જગ્યાએ પોતાના Shoes રાખેલ હોય તે જગ્યાના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ચેક કરતા* દેવેનભાઇના Skechers કંપનીના ખોવાયેલ Shoes GJ-11-BP-8797 રજી નંબરનો અજાણ્યો બાઇક ચાલક લઇને જતો જોવા મળેલ.નેત્રમ શાખા દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી દેવેનભાઇ ગોહેલના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના Skechers કંપનીના Shoes તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૬) અરજદાર શિવ સખરેજાનું રૂ. ૭,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર શિવ સખરેજા જૂનાગઢના વતની હોય. અને તેઓ ભવનાથથી ઓટો રીક્ષામાં બેસી સુભાષ કોલેજ તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૭,૦૦૦/- ની કિંમતનું પાવરબેંક, સ્પીકર તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા શિવ સખરેજા જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી શિવ સખરેજાનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-01-DX-3946 શોધેલ. *નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી શિવ સખરેજાનું રૂ. ૭,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૭) અરજદાર દેબઆદિત્ય બારોઇનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર દેબઆદિત્ય બારોઇ રાજકોટના વતની હોય. અને તેઓ ભવનાથથી ઓટો રીક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના કપડા તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા દેબઆદિત્ય જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી દેબઆદિત્યના સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-31-X-0640 શોધેલ.. *નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી દેબઆદિત્ય બારોઇનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૮) અરજદાર માલદેભાઇ અરજણભાઇ ટીંબાની રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ.અરજદાર માલદેભાઇ અરજણભાઇ ટીંબા જૂનાગઢના વતની હોય. તેઓ બિલખાથી પોતાનું બાઇક લઇ કાળવા ચોક તરફ જતા હોય તે દરમ્યાન તેમની રૂ. ૫,૦૦૦/- ની કિંમતના કપડા સહિતના સામાનની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા માલદેભાઇ પોતાનું બાઇક લઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા માલદેભાઇની સામાનની થેલી રામનીવાસ સર્કલ પાસે પડતી હોવાનું કેમેરામાં જણાય આવેલ.નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ માલદેભાઇ ટીંબાની રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી શોધી ગણતરીની ક્લાકોમાં પરત અપાવેલ.
(૯) અરજદાર કાજલબેન વિજયભાઇ બારડનું રૂ. ૪,૨૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર કાજલબેન વિજયભાઇ બારડ જૂનાગઢના વતની હોય. અને તેઓ આઝાદ ચોકથી ઓટો રીક્ષામાં બેસી સરદારબાગ તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૪,૨૦૦/- ની કિંમતના કપડા તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા કાજલબેન જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી કાજલબેનના સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાનો રજી નં. GJ-11-UU-0620 શોધેલ.નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી કાજલબેન બારડનું રૂ. ૪,૨૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની કલાકમાં શોધી પરત અપાવેલ.
(૧૦) અરજદાર મોહનભાઇ સાગઠીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ મ્યુઝીક કિબોર્ડ સ્ટેન્ડ શોધી પરત અપાવેલ.અરજદાર મોહનભાઇ સાગઠીયા જૂનાગઢના વતની હોય. તેઓ ગોધાવાવ પાટીથી ઓટો રીક્ષામાં બેસી ગાંધીચોક તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતનું મ્યુઝીક કિબોર્ડ સ્ટેન્ડ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા મોહનભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* મોહનભાઇનું મ્યુઝીક કિબોર્ડ સ્ટેન્ડ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-06-AV-5084 શોધેલ.નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી મોહનભાઇ સાગઠીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતનું મ્યુઝીક કિબોર્ડ સ્ટેન્ડ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ.
(૧૧) અરજદાર ઇસ્માઇલભાઇ મુસાકભાઇ કાલવતનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર ઇસ્માઇલભાઇ મુસાકભાઇ કાલવત જૂનાગઢના વતની હોય. અને તેઓ ચિત્તાખાના ચોકથી ઓટો રીક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના કપડા તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા ઇસ્માઇલભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* ઇસ્માઇલભાઇનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાનો રજી નં. GJ-31-X-5972 શોધેલ.*નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી ઇસ્માઇલભાઇ કાલવતનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ.
(૧૨) અરજદાર જૈવિનભાઇ વજુભાઇ સાવલીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ પાર્સલ શોધી પરત અપાવેલ.અરજદાર જૈવિનભાઇ વજુભાઇ સાવલીયા જૂનાગઢના વતની હોય. અને તેઓ મધુરમ ગેટથી ઓટો રીક્ષામાં બેસી વાડલા ફાટક તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું પાર્સલ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા જૈવિનભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી જૈવિનભાઇનું સામાનનું પાર્સલ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-07-AT-3563 શોધેલ. *નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી જૈવિનભાઇ સાવલીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું પાર્સલ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ.
(૧૩) અરજદાર હરેશભાઇ ખોડાભાઇ સોલંકીનું રૂ. ૨,૭૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર હરેશભાઇ ખોડાભાઇ સોલંકી ગીર સોમનાથના વતની હોય. અને તેઓ સક્કરબાગથી ઓટો રીક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૨,૭૦૦/- ની કિંમતના કપડા તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા હરેશભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* હરેશભાઇનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-18-AY-7918 શોધેલ.નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી હરેશભાઇ સોલંકીનું રૂ. ૨,૭૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૧૪) અરજદાર નઇમભાઇ મૈયુદ્દીનભાઇ ભાલારાનું રૂ. ૨૫૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર નઇમભાઇ મૈયુદ્દીનભાઇ ભાલારા જૂનાગઢના વતની હોય. અને તેઓ મોતીબગથી ઓટો રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૨૫૦૦/- ની કિંમતનું રોકડ રકમ, કપડા, તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા નઇમભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* નઇમભાઇનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-23-Y-1809 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી નઇમભાઇ ભલારાનું રૂ. ૨૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ.
(૧૫) અરજદાર વિજયભાઇ માખીજાનું રૂ. ૨૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ પાર્સલ શોધી પરત અપાવેલ.અરજદાર વિજયભાઇ માખીજા ભાવનગરના વતની હોય. અને તેઓ જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય વિજયભાઇ રેલ્વે સ્ટેશનથી ઓટો રીક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું પાર્સલ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા વિજયભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી વિજયભાઇનું સામાનનું પાર્સલ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાનો રજી નં. GJ-01-CT-1193 શોધેલ.નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી વિજયભાઇ માખીજાનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું પાર્સલ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ.
(૧૬) અરજદાર નિર્મલભાઇ પરેશભાઇ ભેટારીયાનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર નિર્મલભાઇ પરેશભાઇ ભેટારીયા જૂનાગઢના વતની હોય. અને તેઓ બસ સ્ટેશનથી ઓટો રીક્ષામાં બેસી ઝાંઝરડા ચોકડી તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતનું સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા નિર્મલભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* નિર્મલભાઇનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાના રજી નં. GJ-11-UU-2525 શોધેલ.નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી નિર્મલભાઇ ભેટારીયાનું રૂ. ૧૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૧૭) અરજદાર વિવેકભાઇ પ્રવિણભાઇ કટારીયાનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર વિવેકભાઇ પ્રવિણભાઇ કટારીયા જૂનાગઢના વતની હોય. અને તેઓ દોલતપરા ગેટથી ઓટો રીક્ષામાં બેસી ગોધાવાવની પાટી તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતનું સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા વિવેકભાઇ જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી વિવેકભાઇનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાનો રજી નં. GJ-24-W-5787 શોધેલ.નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી વિવેકભાઇ કટારીયાનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૧૮) અરજદાર સહાનાબેન ગીરાજનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.અરજદાર સહાનાબેન ગીરાજ બેંગલોરના વતની હોય. અને જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય સહાનાબેન કોર્ટ ક્રોસ રોડથી ઓટો રીક્ષામાં બેસી જાલોરપા તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતનું કપડાં તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા સહાનાબેન જે ઓટો રીક્ષામાં બેસેલ તે ઓટો રીક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી સહાનાબેનનું સામાનનું બેગ જે ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રીક્ષાનો રજી નં. GJ-06-AW-6225 શોધેલ. *નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી સહાનાબેનનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ *CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી છે.
અરજદાર અંજુમ અહેમદ કસીરીનું ૯ વર્ષીય પુત્ર ગુમ થતા નેત્રમ શાખાએ તાત્કાલીક શોધી પરીવાર સાથે મીલન કરાવેલ.ઝાંઝરડા રોડ ખાતે રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન પડેલ ધ્યાને આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી સામેથી બોલાવી પરત અપાવેલ.જયશ્રી ટોકીસ રોડ ખાતે રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન પડેલ ધ્યાને આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી સામેથી બોલાવી પરત અપાવેલ.અરજદાર વિરમભાઇ સામતભાઇ સિંગરખીયાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Realme કંપનીનો મોબાઇલ ફોન.અરજદાર દેવેનભાઇ ગોહેલના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના Skechers કંપનીના ખોવાયેલ Shoes.અરજદાર શિવ સખરેજાનું રૂ. ૭,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ.અરજદાર દેબઆદિત્ય બારોઇનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ.અરજદાર માલદેભાઇ અરજણભાઇ ટીંબાની રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી,અરજદાર કાજલબેન વિજયભાઇ બારડનું રૂ. ૪,૨૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ,અરજદાર મોહનભાઇ સાગઠીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ મ્યુઝીક કિબોર્ડ સ્ટેન્ડ,અરજદાર ઇસ્માઇલભાઇ મુસાકભાઇ કાલવતનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ,અરજદાર જૈવિનભાઇ વજુભાઇ સાવલીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ પાર્સલ,અરજદાર હરેશભાઇ ખોડાભાઇ સોલંકીનું રૂ. ૨,૭૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ,અરજદાર નઇમભાઇ મૈયુદ્દીન ભાલારાનું રૂ. ૨૫૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ,અરજદાર વિજયભાઇ માખીજાનું રૂ. ૨૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ પાર્સલ,અરજદાર નિર્મલભાઇ પરેશભાઇ ભેટારીયાનું રૂ. ૧૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ,અરજદાર વિવેકભાઇ પ્રવિણભાઇ કટારીયાનું રૂ. ૧૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ,અરજદાર સહાના ગીરાજનું રૂ. ૧૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૧,૩૯,૪૦૦/- નો સામાન તથા ગુમ થયેલ બાળક પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી તેમના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૧,૩૯,૪૦૦/- નો મુદામાલ તથા ગુમ થયેલ બાળકને શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૧,૩૯,૪૦૦/- નો મુદામાલ પરત કરેલ હતો તથા ગુમ થયેલ બાળકને પરીવાર સાથે મીલન કરાવેલ.
આ કામગીરી નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. શ્રી પ્રતિક મશરૂ, પી.એસ.આઇ. શ્રી એચ.પી.મકવાણા, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હેડ કોન્સ. રામશીભાઇ ડોડિયા, અશોકભાઇ વઘેરા, વિક્રમભાઇ જીલડીયા, પો.કો. રાહુલભાઇ મેઘનાથી, લાખાભાઇ ટીંબા, સુખદેવભાઈ કામળીયા, વિજયભાઇ છૈયા, નરેન્દ્રભાઇ દયાતર, અંજનાબેન ચવાણ, ખુશ્બુબેન બાબરીયા, ભાવિશાબેન સિસોદીયા, રૂપલબેન છૈયા, શિલ્પાબેન કટારીયા, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, મિતલબેન ડાંગર, જાનવીબેન પટોળીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારીએ કરી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
