<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જામનગરના લતીપરની સીમમાં જુગારની કલબ ઝડપાઇ :21 જુગારીઓને ધ્રોલ પોલીસે પકડ્યા

પોલીસે 2.64 લાખ રોકડા, 18 મોબાઈલ, પાંચ વાહનો સહીત કુલ 29.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગરના લતીપર ગામની સીમમા જુગાર ક્લબ પકડાઈ છે  વાડીની સીમમા જુગાર રમતા 21 લોકોની ધ્રોલ પોલોસે ધરપકડ કરી છે. લતીપર ગામની મઘરાવાડી વિસ્તારમાં કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઇ કોટડીયા, વાડીના મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારધામ ચલાવતો હતો, પોલીસે 2.64 લાખ રોકડા, 18 મોબાઈલ, પાંચ વાહનો સહીત કુલ 29.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે  પકડાયેલા 21 શખ્સ સામે જુગારની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. ધ્રોલ પોલીસની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

 


 

(6:41 PM IST)