<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કચ્છના મુન્દ્રામાં ત્રિશુલ દીક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ધર્મ અને રાષ્ટ્ર રક્ષા, રાષ્ટ્ર સેવા અને સંસ્કારયુક્ત જીવન માટે સંકલ્પ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: કચ્છના મુન્દ્રા નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા રવિવારે સ્વામિનારાયણ મંદિર ખાતે  ત્રિશુળ દીક્ષા કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રિશુળ દીક્ષાના આચાર્ય તરીકે શાસ્ત્રી અશોકભાઈ યાજ્ઞિક દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યુવાનોને વિધિવત રીતે ત્રિશુળ દીક્ષા ગ્રહણ કરાવવામાં આવી હતી. દીક્ષા વિધિ દરમિયાન ધર્મરક્ષા, રાષ્ટ્રસેવા, રાષ્ટ્ર રક્ષા તથા સંસ્કારયુક્ત જીવનના સંકલ્પ સાથે યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો.
કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે પ.પૂ. શ્યામદાસજી મહારાજ, શ્રી કૃષ્ણપ્રિય સ્વામી તથા પ.પૂ. શ્રી મુર્દુલા માતાજી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તવ્ય કિશનજી પ્રજાપત (કેન્દ્રીય બજરંગ દળ સંયોજક) દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ ક્ષેત્રના બજરંગ દળ સંયોજક જ્વલિતભાઈ મહેતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કિશોરસિંહ ચુડાસમા (સંઘના મુન્દ્રા તાલુકા સંઘ ચાલક), કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી, પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી હર્ષદભાઈ પરવાડિયા,જગદીશભાઈ સોરઠીયા (સૌરાષ્ટ્ર પ્રાંત સહ કોષાધ્યક્ષ) મહાવીરભાઈ જોષી, ધવલભાઈ રાજગોર,રાજેશભાઈ વેગડ, ભગીરથ સિંહ રાયજાદા,રમેશભાઈ મરંડ,રાજનભાઈ જોશી સહિતના આગેવાનો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર અધ્યક્ષ નરેન્દ્ર સિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો સફળ સંચાલન મંત્રી ભાવેશભાઈ ઠક્કર દ્વારા ખૂબ જ શિસ્તબદ્ધ અને સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે દલરામભાઈ ચૌધરી,રણજીતસિંહ જાડેજા, કેતનભાઈ પ્રજાપતિ, સુખદેવસિંહ અસવાર,જીગરભાઈ રાજગોર, મયુરભાઈ સાધુ, દલપતભાઈ મકવાણા,મનોજભાઈ શર્મા, રાજેન્દ્રસિંહ અસવાર સહિત સમગ્ર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ મુંદ્રા નગર દ્વારા આ કાર્યક્રમ મારફતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને ધર્મજાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(6:42 PM IST)