<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પરિવારના વડીલ દિવંગતોની પુનિત યાદમાં ડો.હસ્તલેખા (હસ્તીબેન) મહેતા દ્વારા ૨૦૦ મો કેમ્પ યોજાયો.

નિષ્ણાતો દ્વારા 500 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના મહિલા તબીબ ડો.હસ્તલેખા (હસ્તીબેન )મહેતા દ્વારા પોતાના દિવંગત પિતાશ્રી ઈન્દુભાઈ મહેતા ( ભૂતપૂર્વ પ્રિન્સિપલ, એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, મોરબી ) માતુશ્રી જયેન્દ્રબાળાબેન (આચાર્યા, રાષ્ટ્રીય પ્રાથમિક શાળા, મોરબી, ફઈબાશ્રી વિદ્યાબેન મહેતા (સંચાલિકા અને આચાર્યા શ્રી રાષ્ટ્રીય પ્રાથમિક શાળા, મોરબી) ની પુનિત યાદમાં ઇન્દુલાલ એચ. મહેતા પરિવાર દ્વારા મોરબીના કાયાજી પ્લોટ, ધન્વંતરિ ભવન ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મનસુખભાઈ ભાડલાવાળા દ્વારા ૧૨૦ થી વધુ દર્દીઓને કાંસ્ય થેરાપી દ્વારા સારવાર, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના તબીબો દ્વારા ૮૦ થી વધારે દર્દીઓના સુગર, બીપી ચેક કરી આપવામાં આવ્યા હતા જરૂરી ઈસીજી પણ કરી આપેલ તેમજ ખુબ જાણીતા શશીકાંત મહારાજના પૌત્ર ભરતભાઈ વ્યાસ અને તેમના પત્ની મનીષાબેન દ્વારા દાંતની સારવાર આપવા ઉપરાંત ૩૦ થી વધુ લોકોના દાંત, દાઢ જાલંધર પદ્ધતિથી કાઢી આપવામાં આવેલ અને કેમ્પમનો ૫૦૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો.
ધન્વંતરિ ભવનના પ્રમુખ ડો. બિપીનભાઈ લહેરૂએ ડો. હસ્તલેખા બેનની સમગ્ર ટીમને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ કૅમ્પની મુલાકાત લીધી હતી તે તમામ સહીત જી. એસ. યોગ ગ્રુપના કુ. ભારતીબેન કંસારા તેમની ટીમનો ડો. હસ્તીબેને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કેમ્પ સહાયક તરીકે રસ્મિનભાઈ દેસાઈ, ચંદ્રલેખાબેન મહેતા, દર્શનબેન ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, કેતનભાઈ મહેતા,જયસુખભાઈ પટેલ, રૂચિતા પંડ્યા, જીગર ભટ્ટ, કોઠારીભાઈ, વિજય ડાભી, જહેમત ઉઠાવી હતી.


 

(10:50 PM IST)