<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જસાપરમાં 'સોનલ બીજ' નિમિત્તે 500 મજૂરોને ભોજન પ્રસાદ પીરસાયો.

સમૂહ ભોજનના આ આયોજન દ્વારા માઁ સોનલ બીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  માળિયા (મિયાણા) તાલુકાના જસાપર ગામે આજે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનું આયોજન ગામના સોનલ કૃપા ગ્રુપ જસાપર દ્વારા કરવામાં આવ્યું હતું, જે છેલ્લા ચાર વર્ષથી સતત આ ધાર્મિક કાર્યક્રમ યોજી રહ્યું છે. સોનલ કૃપા ગ્રુપે ગામના અંદાજિત 500 મજૂર ભાઈ-બહેનો માટે ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. સમૂહ ભોજનના આ આયોજન દ્વારા માઁ સોનલ બીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.


 

(10:51 PM IST)