News of Monday, 22nd December 2025
માળિયાના વિદરકા ગામે બે રેડ, દેશી દારૂની ભઠ્ઠી સહીત ૨.૫૮ લાખનો મુદામાલ જપ્ત.
માળિયા (મી.) પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે બે સ્થળોએ રેડ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિદરકા ગામની સીમમાં નદીના કાંઠા પર પોલીસે બે સ્થળે રેડ કરી હતી અને બે સ્થળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ ઠંડો આથો, દેશી દારૂ સહીત ૨.૫૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વિદરકા ગામની નદીના કાંઠા પર રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી પોલીસે ગરમ આથો ૨૦૦ લીટર, ઠંડો આથો ૨૪૦૦ લીટર અને ૧૦ લીટર દેશી દારૂ સહીત ૧,૫૭,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી અલ્તાફ હસણ સંધવાણી (રહે વીરવિદરકા તા. માળિયા વાળા) નું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે.
બીજી રેડ વિદરક ગામની સીમમાં નદીમાં જવાના કાચા રસ્તા પર કરી હતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ હતી સ્થળ પરથી પોલીસે ૧૦૦ લીટર ગરમ આથો, ૧૦૦૦ લીટર ઠંડો આથો, ૨૦ લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૧,૦૧,૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપી મકબુલ ગફુર સામતાણી (રહે વીરવિદરકા વાળા) નું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
