News of Tuesday, 23rd December 2025
સમગ્ર કચ્છની સાથે મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં સોનલ બીજની ભક્તિભાવ સાથે ઉજવણી
ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના પ્રાગટ્ય દિવસની ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમ થી ઉજવણી કરાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : સમગ્ર કચ્છની સાથે મુન્દ્રા શહેર અને તાલુકામાં સોનલ બીજની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી. મુન્દ્રા તાલુકાના વવાર ગામે સોનલ બીજ પ્રસંગે ચારણ સમાજ ના ભાઈ બહેનો સોનલ માતાજી ના મંદિરે એકત્રિત થયા હતા. ચારણ સમાજના પરંપરાગત પહેરવેશ એ આકર્ષણ જમાવ્યું હતું. સોનલ બીજ પ્રસંગે ગઢવી ચારણ સમાજ દ્વારા ગામના તેજસ્વી છાત્રોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રમત ગમતક્ષેત્રે તેજસ્વી છાત્રો ને પણ સન્માનિત કરાયા હતા. વવાર ગામના સરપંચ બાબુ ભાઈ ગઢવી એ સોનલ બીજ પ્રસંગે સર્વે ભાઈ બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સોનલ માતાજીના મંદિર ને રોશની થી શણગારાયું હતું તેમજ સવાર સાંજ મહા આરતી તેમજ બપોરે અને સાંજે ભક્તો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો. વવાર ચારણ સમાજ ના પ્રમુખ માણેક ગઢવીએ જણાવ્યું હતું કે સોનલ બીજ પ્રસંગે ગામ માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં સૌ જોડાયા હતા. મુન્દ્રા તાલુકાના બોરાણા, નાના કપાયા, ભુજપર, મોટીખાખર, તેમજ વિવિધ ગામોમાં સોનલ બીજ પ્રસંગે મહા આરતી અને દાંડિયારાસ, મહા પ્રસાદ, સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
