<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

વિસાવદર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્‍યામ ડોબરીયાની પુત્રી કુ.વળન્‍દાએ રમત ગમત ક્ષેત્રે ભવ્‍ય સિદ્ધિ હાંસલ કરી : બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો

મધ્‍યપ્રદેશના ઇન્‍દોર ખાતે યોજાયેલ ‘વેસ્‍ટઝોન ઓલ ઇન્‍ડિયા જુનિયર વેઈટ લિફિં્‌ટગ ચેમ્‍પિયનશિપ-૨૦૨૫'માં અદભૂત પ્રદર્શન કરી બ્રોન્‍ઝ મેડલ જીતવામાં અદભૂત સફળતા : સાર્વત્રિક અભિનંદનવર્ષા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૩: સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્‍યું છે કે, વિસાવદર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્‍ટર અને કોર્પોરેટર શ્રી ઘનશ્‍યામભાઈ ડોબરિયાની સુપુત્રી કુ. વળંદાબેન ડોબરીયાએ રમતગમત ક્ષેત્રે ભવ્‍ય સિદ્ધિ હાંસલ કરી વિસાવદરનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. કુ. વળંદાબેને મધ્‍યપ્રદેશના ઇન્‍દોર ખાતે યોજાયેલ ‘વેસ્‍ટઝોન ઓલ ઇન્‍ડિયા જુનિયર વેઈટ લિફિં્‌ટગ ચેમ્‍પિયનશિપ-૨૦૨૫' માં અદભૂત પ્રદર્શન કરી આ દીકરીએ બ્રોન્‍ઝ મેડલ જીતી લીધો છે. દીકરીની આ અસાધારણ સફળતા બદલ ઘનશ્‍યામભાઈ ડોબરિયા અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આ દીકરી આગામી સમયમાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ આવી જ સફળતા મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અનેકગણી શુભેચ્‍છાઓ સાંસદ ચુડાસમાએ પાઠવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર ખાતે ગેસ એજન્‍સી-વેપાર તથા ખેતીનાં વ્‍યવસાય સાથે સંકળાયેલા ઘનશ્‍યામભાઈ ડોબરીયા રાજકીય-સામાજીક ક્ષેત્રે કાર્યરત છે. તેમના પત્‍ની રેખાબેન ગળહિણી છે. આ દંપતીને ત્રણ સંતાનો છે. જે ત્રણેય અમદાવાદ સ્‍થિત શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં મોટી પુત્રી કુ. ડોલી બી.આર્કિટેક તથા પુત્ર વંદિત બીબીએ, એલએલબી અને નાની પુત્રી કુ. વળન્‍દા એમસીએનો અભ્‍યાસ કરે છે.

કુ. વળન્‍દાએ અગાઉ ૬ વાર ગુજરાત રાજ્‍ય પાવર લીફટીગ ચેમ્‍પિયન અને હાલ ઈન્‍દોર ખાતે યોજાયેલ વેસ્‍ટર્ન ઈન્‍ડિયા ક્‍લાસિક પાવર લીફટીગ ચેમ્‍પિયનશિપમાં જુનિયર કેટેગરીમાં ત્રીજુ સ્‍થાન પ્રાપ્ત કરીને બ્રોન્‍ઝ મેડલ હાંસલ કરી વિસાવદર શહેર-તાલુકો અને સમગ્ર પાટીદાર સમાજનુ ગૌરવ વધારેલ છે.

(10:31 AM IST)