News of Tuesday, 23rd December 2025
કચ્છના રાપરમાં ખૂંટિયાની હડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મોત
રખડતા ઢોરોને કારણે છઠુ મોત, પાલિકા તંત્ર લોકોને ઢીંકે ચડાવતા ઢોરોને પકડવાની કાર્યવાહી કરે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન રખડતા ઢોરો તેમ જ ખૂંટીયાઓનો ત્રાસ વધી રહ્યો છે. રાપર શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓ ના લીધે અત્યાર સુધી છ લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકોને ઈજાઓ થઈ છે ત્યારે વધુ એક બનાવ રાપર શહેર ના રાપર પ્રાગપર રોડ પર આવેલ પાબુધાર પાસે બન્યો હતો. ગઈકાલે રાત્રે રાપર તરફ પરત આવી રહેલ સાઈઠ વર્ષના પ્રૌઢ અમરશીભાઈ પુંજાભાઇ માલી (ઉ.૬૦ રહે. અયોધ્યાપુરી, રાપર) ને ખૂંટીયાઓએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓ થતા તેમનું દુઃખદ નિધન થયું હતું.
મરણ જનાર બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આખલાએ તેમને અડફેટે લીધા હતા.
આ બનાવને કારણે તેમના એકમાત્ર પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામા આવી છે. દરમ્યાન રાપર નગરપાલિકા શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવાની દિશામાં કાર્યવાહી કરે એવું લોકો ઇચ્છી રહ્યા છે.(તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
